Main Menu

Monday, January 7th, 2019

 

ગરીબ કલ્યાણ મેળા 2019 અંતર્ગત 642 પ્રેશર કુકરનું વિતરણ

રાજ્ય સરકાર દ્વારા આગામી તા. 8/1/2019 ના રોજ અમરેલી ખાતે જીલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવશે તે અંતર્ગત આજરોજ તા.07/01/19 ના મામલતદાર કચેરી -સાવરકુંડલા ખાતે 642 પ્રેશર કુકર વિતરણ અંત્યોદય રેશન કાર્ડ ધારકો ને આપવામા આવ્યા.જેમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ ઠાકર, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પુનાભાઈ ગજેરા, મામલતદાર શ્રી એમ.વી.પરમાર સાહેબ ,પુર્વ શહેર ભાજપ પ્રમુખ હેમાંગ ગઢિયા,જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ રામદેવસિંહ ગોહિલ, માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટર કિશોરભાઈ બુહા, શહેર યુવા ભાજપ મહામંત્રી અનિરુદ્ધસિંહ રાઠોડ,નગરપાલિકા સદસ્ય જગદીશભાઈ ઠાકોર,કમલેશભાઈ મૈસૂરિયા,યુવા ભાજપ ઉપપ્રમુખ ધર્મેશભાઈRead More


તલગાજરડા ખાતે પૂ. મોરારીબાપુ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને “ચિત્રકૂટ એવોર્ડ” અપાશે

પ્રતિવર્ષના જાન્યુઆરી માસમાં તલગાજરડા ખાતે પૂ. મોરારીબાપુ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને એનાયત થતાં “ચિત્રકૂટ એવોર્ડ” ની ઘોષણા કરવામાં આવી છે. સને ૨૦૦૦ની સાલ પ્રારંભાયેલ આ પ્રતિષ્ઠિત પારિતોષિક સતત ૨૦માં વર્ષે ગુજરાતના ૧૧ નિષ્ઠાવાન પ્રાથમિક શિક્ષક ભાઈઓ/બહેનોને અર્પણ થશે. પસંદગીનું કાર્ય સંભાળતા ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંધ-ગાંધીનગર દ્વારા તાજેતરમાં આ ૧૧ નામો જાહેર કરાયા છે. જેમાં પસંદગી પામેલા (1) અશોકભાઇ કરશનભાઈ પટેલ પોંઢા પ્રા.શાળા તા.કપરાડા, જી. વલસાડ પ્રા.કપરાડા, જી. વલસાડ (2) રમેશકુમાર દેવશંકર પંડ્યા, મોટા સોનેલા પ્રા. શાળા, તા. લુણાધાર, જી. મહીસાગર, (3) નિલેશકુમાર રમણલાલ સોલંકી, ટીંબાપુર પ્રા. શાળા, તા. નડિયાદ,Read More


અનેક પાકિસ્તાની પ્રોજેક્ટ માહિરાના હાથમાં

માહિરા પાકિસ્તાનમાં સૌથી મોંઘી અને લોકપ્રિય સ્ટાર છે

પાકિસ્તાની મુળની લોકપ્રિય અભિનેત્રી માહિરા ખાન હવે પાકિસ્તાનમાં સૌથી લોકપ્રિય અને મોંઘી સ્ટાર તરીકે બની ચુકી છે. તેની પાસે નવા નવા પાકિસ્તાની પ્રોજેક્ટ આવી રહ્યા છે. તે નવા પ્રોજેક્ટ સાઇન પણ કરી રહી છે. હાલમાં તેની પાસે ત્રણ પાકિસ્તાની ફિલ્મો છે. જેમાં એક્શન ફિલ્મ મૌલા જટ્ટનો સમાવેશ થાય છે. આ ફિલ્મ હવે વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે. તે પાકિસ્તાનની સાથે સાથે હિન્દી ફિલ્મોમાં પણ સતત ભાગ્ય અજમાવવા માટે ઉત્સુક છે. જા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધ ન હોવાના કારણે તેને પણ આની કિંમત ચુકવી પડી છે. તેRead More


અક્ષય કુમાર ફિલ્મમાં મુખ્ય રોલમાં દેખાશે

રોહિત શેટ્ટીની સુર્યવંશીમાં હવે પુજા હેગડે નજરે પડશે

રોહિત શેટ્ટીની હાલમાં રજૂ કરવામાં આવેલી મોટી ફિલ્મ સિમ્બા બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે ત્યારે રોહિત શેટ્ટીએ તેમના આગામી પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરી દીધી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ રોહિત હવે સુર્યવંશી નામની ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં પુજા હેગડને લેવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. ફિલ્મમાં આ વખતે તેમના મિત્ર અને ખાસ અભિનેતા અજય દેવગનને લેવાના બદલે અક્ષય કુમારને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે રોહિતની આગામી ફિલ્મને લઇને ચાહકો રાહ જાવા લાગી ગયા છે. ફિલ્મના અંતમાં સિમ્બામાં સુર્યવંશીની એક ઝલક દર્શાવવામાં આવી હતી. ત્યારબાદથીRead More


ફાતિમાને મોટી ફિલ્મ હાથ લાગતા ભારે ખુશ

હવે ફાતિમા સના શેખ સાથે શાહરૂખ ખાન હશે: રિપોર્ટ

દંગલ ગર્લ ફાતિમા સના શેખ હવે શાહરૂખ ખાનની સાથે કામ કરવા જઇ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સનાને સાઇન કરી લેવામાં આવ્યા બાદ તે ભારે ખુશ દેખાઇ રહી છે.વર્ષ ૨૦૧૮ ફાતિમા શેખ માટે યોગ્ય નહીં રહ્યા બાદ નવા વર્ષમાં કેટલીક સારી ફિલ્મો કરવા માટે આશાવાદી છે. છેલ્લી વખત તે આમીર ખાનની સાથે ઠગ્સ ઓફ ધ હિન્દુસ્તાન નામની ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થઇ હતી. ફિલ્મ ફ્લોપ રહી હોવાં છતાં તે વિશ્વાસ સાથે આગળ વધી રહી છે. હવે તેની પાસે સારી ફિલ્મ હાથમાં આવીRead More


સાવરકુંડલા શહેરમાં પ.પૂ નારાયણદાસ સાહેબના આશીર્વાદથી ચાલતી સંસ્થા કબીર યુવા ગૃપ દ્વારા LRDના ઉમેદવારો માટે રહેવા, જમવાની સુવિધા કરવામાં આવી

સાવરકુંડલા શહેરમાં પ.પૂ નારાયણદાસ સાહેબના આશીર્વાદથી ચાલતી સંસ્થા કબીર યુવા ગૃપ દ્વારા એલઆરડીની પરીક્ષા આપવા માટે આવેલા દરેક સમાજના વિદ્યાર્થીઓ માટે રહેવા, જમવા અને રિવીઝન વર્ગો સહિતની સુવિધા ઉભી કરવામા આવી હતી. ગૃપ દ્વારા વિદ્યાર્થીઓને ભોજન વ્યવસ્થા, રહેવાની,વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં કબીર યુવા ગૃપના પ્રમુખ અરવિંદ મેવાડા, કન્વીનર રામદેવસિહ ગોહીલ, સહકન્વીનર હેમાંગભાઇ ગઢિયા, સહકન્વીનર વિજયસિંહ વાઘેલા, ઉપપ્રમુખ અનિરૂધ્ધસિંહ રાઠોડ, હિરેનઞીરી,વિરેન ભરાડ, હરિભાઈ ભરવાડ, નીતીન હેલેયાએ જહેમત ઉઠાવી હતી.તસ્વીર- સૌરભ દોશી


સાવરકુંડલા શહેરમાં એનએસયુઆઈ દ્વારા સાયકલ સ્પર્ધા યોજાઈ

સાવરકુંડલામાં એન.એસ.યુ.આઈ. દ્વારા દિવાળીબેન રૂગનાથભાઈ દોશી સાયકલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં એક હજાર કરતા પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સાયકલ સ્પર્ધા બહેનો માટે મહુવા રોડ સ્વામિનારાયણ મંદિરથી ગીરધરવાવ સુધી તેમજ ભાઈઓ માટે આનંદ હોટલ બાઢડા સુધી સાઈકલ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં માનવ મંદિર પાગલ આશ્રમના ભક્તિરામબાપુ ગોંડલીયા, દિપકભાઈ માલાણી, વલ્લભભાઈ ઝીંઝવાડિયા, ગુજરાત એન.એસ.યુ.આઈ. પ્રમુખ મહિપતસિંહ ગઢવી, કેતનભાઈ ખુમાણ સહિત આગેવાનો હાજર રહી સાયકલ સ્પર્ધાને લીલીઝંડી આપી હતી. તસવીર-સૌરભ દોશી


ખેડૂતના વિધવા પત્નીને બગસરા માર્કેટયાર્ડ દ્વારા ૫૦૦૦૦ની રોકડ સહાઈ અપાઈ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-બગસરામાં તેના માર્કેટ વિસ્તાર કુંકાવાવ વડીયા તથા બગસરા તાલુકાનાં કોઈપણ ખેડૂત ખાતેદારનું અકસ્માતથી મૃત્યુ પામે તો મૃતકના પરિવારને બજાર સમિતિ તરફથી રૂ/. ૫૦૦૦૦ તેમના વારસદારને ચૂકવવાનો બજાર સમિતિએ નિર્ણય લીધેલ છે. તાજેતરમાં કુંકાવાવ વડીયા તાલુકાનાં જંગર ગામના ખેડૂત ખાતેદાર કનુભાઈ રવજીભાઇ વસાણીનું રોડ અકસ્માતથી અવસાન થતાં ખેડૂત ખાતેદારના વારસદાર સવિતાબેન કનુભાઈ વસાણીને રૂ/ પચ્ચાશ હજાર બજાર સમિતિ તરફથી રાજ્યકક્ષાના માજીમંત્રી બાવકુભાઇ ઊંધાડદ્રારા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ચેક અર્પણ કરતી વખતે રાજ્યકક્ષાના માજીમંત્રી બાવકુભાઈ ઊંધાડ, બજાર સમિતિના ચેરમેન કાંતિભાઈ સતાસીયા તેમજ બજાર સમિતિના ડિરેક્ટર્સ પરશોતમભાઈ કુંનડીયા,Read More


ગઢપુરના ખોપળા ખાતે ભવ્ય શાકોત્સવ ભગવંદો પાર્ષદો હરિ ભક્તો એ ભજન ભોજન નો આસ્વાદ માણ્યો

ગઢપુર તાબા ના ખોપળા ખાતે ભવ્ય શાકોત્સવ ઉજવાયો ભગવાન શ્રી સ્વામી નારાયણે ૨૦૦ વર્ષ પૂર્વે લોયા ગામે પોતા રીંગણ નું શાક બનાવ્યું હતું તેનો આસ્વાદ સ્મૃતિઓનું ગાન ધર્મગ્રથોમાં પણ મોમાં પાણી લાવી દેતિ કથાવાર્તા માં ભગવાન શ્રી સ્વામી નારાયણ ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા  સંતો ના સાનિધ્ય નું વર્ણન ને શાકોત્સવ તરીકે ઉજવતા ભવ્ય મહોત્સવ ને ઉજવ્યો  હરિભક્તો ની વિશાળ હાજરી માં શુદ્ધ ઘી માં શાક બનાવી ભવ્ય શાકોત્સવ ઉજવતા ખોપળા મંદિર ખાતે ગદગદિત કરતી ભાવિકો ની હાજરી જોવા મળી હજારો ભાવિકો ની હાજરી વરિષ્ઠ સંતો ના માર્મિક ટકોર કરતાRead More


આંબલા ખાતે શ્રીમોરારીબાપુના ઉદ્દબોધન સાથે ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થાનો વાર્ષિકોત્સવ યોજાશે

ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા તથા મણાર સંસ્થાનો વાર્ષિકોત્સવ શ્રીમોરારીબાપુના ઉદ્દબોધન સાથે યોજાશે. બુધવારે આંબલા ખાતેના આ કાર્યક્રમમાં સભાગૃહ અને ભોજનાલયનો શુભારંભ થશે. આગામી બુધવાર તા. ૯ના આંબલા ખાતે ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા આંબલા તથા મણાર સંસ્થાનો વાર્ષિકોત્સવ યોજાશે. શ્રી મોરારીબાપુના ઉદ્દબોધન આશીર્વચન સાથેના આ કાર્યક્રમમાં નવનિર્મિત સભાગૃહ અને ભોજનાલયનો શુભારંભ થશે. લોકશાળા સંસ્થાના વડા શ્રી અરુણભાઈ તથા શ્રી સુરસંગભાઈ ચૌરાણના નેતૃત્વ સાથેના આયોજનમાં વાર્ષિકોત્સવ સંમેલન તથા સંસ્થા દર્શન વગેરેમાં ભૂતપૂર્વ વિધ્યાર્થીઓ-કાર્યકરો સામેલ થશે. આ સંસ્થાઓના ઉપનિયામકો શ્રી રાજુભાઇ વાળા તથા શ્રી મહેંદીભાઈ અભવાણી સાથે શ્રી ગૌરાંગભાઈ વોરા સંકલનમાં રહ્યા છે.