Main Menu

Tuesday, January 8th, 2019

 

ખુલ્લા મનથી ગરીબોના હિતમાં ટેકો આપવા જેટલીનું સૂચન

સવર્ણોને ૧૦ ટકા અનામત મુદ્દે લોકસભામાં ગરમાગરમ ડિબેટ

સુપ્રીમ કોર્ટે ૫૦ ટકાની મહત્તમ અનામતની મર્યાદા નક્કી કરી હોવાથી ઘણા રાજ્યોના પ્રયાસ છતાં જાગવાઈઓ અમલી બની શકી નથી : અરુણ જેટલી સામાન્ય વર્ગના ગરીબો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતના પ્રસ્તાવને મંજુરી આપી દેવામાં આવ્યા બાદ આજે આ આદેશને મંજુરી અપાવવાના હેતુસર લોકસભામાં આને રજૂ કરવામાં આવ્યો હતો. આજે લોકસભામાં આ સંદર્ભમાં બંધારણીય સુધારા બિલ રજૂ કરવામાં આવ્યા બાદ ઉગ્ર અને ગરમાગરમ ચર્ચા શરૂ થઇ હતી. તમામ નેતાઓએ પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી હતી અને આક્ષેપબાજીનો દોર ચાલ્યો હતો. આના માટે રાજ્યસભાની કાર્યવાહીને એક દિવસ માટે વધારી દેવામાં આવીRead More


થાવરચંદ ગહેલોતની ખાતરી

મુસ્લિમો  અને ખ્રિસ્તીને પણ લાભ થશે : સરકાર

કેન્દ્ર  સરકાર તરફથી સામાન્ય વર્ગ માટે ૧૦ ટકા અનામતની વાત કરવામાં આવ્યા બાદ દેશના ખ્રિસ્તી અને મુસ્લિમો સમાજના ગરીબને પણ આનો લાભ મળશે. આ અંગેની માહિતી સામાજિક કલ્યાણ મંત્રી થાવરચંદ ગહેલોત દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસ્તાવને મંજુરી આપનાર ૧૨૪માં બંધારણીય સુધારા બિલને રજૂ કરતા ગહેલોતે કહ્યું હતું કે, આ હેઠળ તમામ વર્ગના લોકોને આવરી લેવામાં આવશે. અનામતનો આધાર સામાજિક અને આભાર – નિહારીકા રવિયા શૈક્ષણિક નહીં બલ્કે આર્થિક રહેશે. પોતાના ભાષણમાં ડાબેરીઓએ કહ્યું હતું કે, ચૂંટણીના સમયે આ બિલ લાવવામાં આવ્યું છે. ટીઆરએસના સાંસદ જીતેન્દ્ર રેડ્ડીએ કહ્યું હતું કે,Read More


બિલને ટેકો આપવાની જાહેરાતથી મોદીને રાહત

૧૦ ટકા અનામતના બિલને માયાએ આખરે ટેકો આપ્યો

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ પણ ૧૦ ટકા અનામતના બિલને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. આની સાથે જ મોદી સરકારને રાહત મળી રહી છે. મોટા ભાગના રાજકીય પક્ષો ટેકો આપી રહ્યા છે. માયાવતીએ કહ્યુ છે કે આ એક ચૂંટણી સ્ટન્ટ તરીકે છે. કારણ કે પહેલા આટલા વર્ષો સુધી મોદી સરકારે આ દિશામાં કોઇ પહેલ કરી ન હતી. માયાવતીએ કહ્યુ છે કે તેમની પાર્ટી પહેલાથી જ આ અંગેની માંગ કરતી રહી છે. આવી Âસ્થતીમાં બિલને ટેકો આપશે.ગઇકાલે સોમવારના દિવસે કેન્દ્રીય કેબિનેટે ઉચ્ચ જાતિ અથવા તો ઉચ્ચ સવર્ણ જાતિઓના આર્થિકરીતે નબળાRead More


બેંકિંગ, એજ્યુકેશન, કોલસા, સ્ટીલ, ટેલિકમ, વિમા ક્ષેત્ર સામેલ

રાષ્ટ્રવ્યાપી હડતાળથી ઘણી જરૂરી સેવા ઠપ થઇ : લોકો ભારે પરેશાન

જુદા જુદા ટ્રેડ યુનિયનો, ખેડુતો અને ટિચર્સ એસોસિએશન તેમજ અન્ય એસોસિએશન સાથે જાડાયેલા કર્મચારીઓ તેમજ વર્કરો વિવિધ માગને લઇને આજથી બે દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરી ગયા હતા. હડતાળના કારણે અનેક જરૂરી સેવા ખોરવાઈ ગઈ હતી. બેંકિંગ, એજ્યુકેશન, કોલસા, સ્ટીલ, ટેલિકોમ, હેલ્થકેર, ઇલેક્ટ્રીસિટી, ઇન્સ્યોરન્સ અને પરિવહન જેવા ક્ષેત્રોના કર્મચારીઓ હડતાળમાં જાડાયા હતા જેના ભાગરુપે રેલ રોકો અને માર્ગ રોકો કાર્યક્રમ યોજાયા હતા. જુદા જુદા મુદ્દાઓને લઇને મોદી સરકારની નિષ્ફળતા સામે આ આયોજન કરવામાં આવ્યા હતા. આમા ટ્રેડ ઉપરાંત લેબર અને અન્ય પણ જાડાયા હતા. સવારથી હડતાળ શરૂ થતા તમામ સેવાRead More


ધુમ્મસની ચાદર વચ્ચે કેટલાક અકસ્માતો થયા

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ : જનજીવન પર અસર

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના કારણે જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઇ ગયુ છે. દેશના મોટા ભાગના વિમાનીમથક પર ધુમ્મસની ચાદર ફેલાઇ જવાના કારણે વિમાની સેવાને માઠી અસર થઇ છે. અનેક ફ્લાઇટો નિર્ધાિરત સમય મુજબ ઉંડાણ ભરી શકી નથી. જેથી યાત્રીઓને એરપોર્ટ પર અટવાઇ જવાની ફરજ પડી હતી. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા હજુ થઇ રહી છે. સાથે સાથે મેદાની ભાગોમાં પારો વધુ ગગડી ગયો છે. આગામી દિવસોમાં હાલમાં કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. દેશના કેટલાક ભાગોમાં માઇનસમાં તાપમાન પહોંચી ગયુ છે. હિમવર્ષા અને કાતિલ ઠંડી વચ્ચે માતાRead More


પોઇન્ટ બ્લેન્ક રેન્જથી છાતી-આંખમાં ગોળી મારી

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા

અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ગઇ મધરાત્રે સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા કરવામાં આવી હતી. તેઓ ભુજથી અમદાવાદ આવતા હતા તે દરમ્યાન માળિયા પાસે અજાણ્યા શખ્સોએ ફર્સ્ટ ક્લાસ એસી(એચ ૧) કોચમાં ઘુસીને તેમના પર પોઇન્ટ બ્લેન્ક રેન્જથી તેમની પર ફાયરિંગ કરતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ભાનુશાળીને છાતી અને આંખમાં શૂટરોએ ગોળી મારી હતી. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં જ હત્યાના બનાવને પગલે ભાજપ સહિત રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે. માળિયા ખાતે પંચનામું કરીને મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લવાયો હતો. એફએસએલની ટીમના ડોક્ટર પોસ્ટમોર્ટમ કરશે અનેRead More


ભાવનગરમાં પૂ.હરીપ્રસાદ સ્વામીજીના ૮પમાં પ્રાગટય દિને યુવા મહોત્સવ યોજાયો

યોગી ડિવાઇન સોસાયટીના પરમ અધ્યક્ષ  અને ભગવાન સ્વામીનારાયણી કલ્યાણ પરંપરાના વર્તમાન જયોર્તીધર પ.પુજય હરીપ્રસાદ સ્વામીજીના ૮પમાં પ્રાગટય દિન નિમિતે આજે  ભાવનગરમાં આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશના  દોઢ લાખ ઉપરાંત હરીભકતો ઉપસ્થિત રહ્યા હતા અને પુજય  હરીપ્રસાદ સ્વામીજીના સત્સંગનો લાભ મેળવ્યો હતો. આત્મીય સમાજ દ્વારા દર વર્ષે પુજય હરીપ્રસાદ સ્વામીજીના પ્રાગટય ઉત્સવની વિવિધ સ્થળોએઉજવણી કરવામાં  આવે છે.જેના ભાગરૂપે પુજય હરીપ્રસાદ સ્વામીજીના ૮પમાં પ્રાગટયદિનની ઉજવણી નિમિતે ભાવનગરમાં આત્મીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું  હતું. મહોત્સવમાં ૧૬૦ બાય ૬૦નું એલટી સ્કીન મુકવામાં આવ્યું હતું જે રાજયમાં સૌથી મોટુRead More


અમરેલી જીલ્લાની તમામ પોસ્ટ ઓફિસ તેમજ બેંકના કર્મચારીઓ હડતાલમાં જોડાયા

આજરોજ ભારતીય ટપાલ વિભાગના કર્મચારીઓના તમામ યુનિયન અને પોસ્ટલ ફેડરેશન – નવી દિલ્હીના આદેશથી જીલ્લાની તમામ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કામથી અળગા રહી સજ્જડ હડતાલ પાડી હતી તે વખતની તસ્વીર. જીલ્લાની તમામ ટપાલ થેલાનું આવન-જાવન થયેલ નથી. આ હડતાલ આવતીકાલે યથાવત રહેશે. તદઉપરાંત આ હડતાલ છાવણી અમરેલી હેડ પોસ્ટ ઓફિસ બહાર રાખેલ છે. જેમાં ગુજરાત બેંક વર્કર્સ યુનિયન-અમરેલીના તમામ બેંક કર્મચારીઓ જોડાયા હતા


પીપાવાવ પોર્ટ ઉપર જાહેરમાં જુગાર રમતાં પાંચ શખ્સોને રૂા.૪૯ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા

પીપાવાવ પોર્ટ ઉપર જાહેરમાં જુગાર રમતાં પાંચ ઇસમોને રૂા.૪૯ લાખના મુદામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ*  *શ્રી નિર્લિપ્ત રાય સાહેબ  પોલીસ અધિકશ્રી અમરેલીનાઓએ* અમરેલી જિલ્લામાં ચોરી છુપીથી ધણા વ્યક્તિઓ જુગાર રમતાં હોય અને તેઓની આ જુગાર રમવાની પ્રવૃતિથી જુગાર રમવાથી ધણા- પરીવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે. અને જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા અને તે રીતે તમામને કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે આજરોજ *એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે. કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ*  પીપાવાવ પોર્ટમાં આવેલ એ.પી.એમ. ટર્મીનલની એમ.ટી.ઓ. ઓફીસની બાજુમાં જાહેરમાં જુગાર રમતાંRead More


તળાજા મહુવા તાલુકાના ખેડૂતો પર કરવામાં આવેલા લાઠીચાર્જ મુદ્દે રાજુલા કોળી સમાજ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી

આજ રોજ રાજુલા પ્રાંત કચેરી ખાતે રાજુલા જાફરાબાદ કોળી સમાજ યુવાનો અને આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તે તા. ૨/૧/૨૦૧૯ ના રોજ ભાવનગર જીલ્લાના તળાજા-મહુવા તાલુકામાં અલ્ટ્રાટેક કંપની માઈનિંગ કરવા પરવાનો આપતા અસરગ્રસ્ત ગામોનાં ખેડૂતો દ્વારા ખોદકામનો વિરોધ કરવા અને માઈનિંગ કામગીરી અટકાવવા છાવણી ઉપર ધરણાં કરવા જતાં ખેડૂતોને બંધારણના પોતાનો વિરોધ દર્શાવવાનો અને શાંત, અહિંસક દેખાવ કરતાં અટકાવા પોલીસે ત્યાં હાજર ખેડૂતો તેમજ સ્ત્રીઓ અને બાળકો પર બળ પ્રયોગ કરતા ખેડૂતો ઉપર ટીયરગેસ તેમજ અંધાધુન્ધ લાઠીચાર્જ કરાતાં જમીનનાં હક માટે લડતા અને વિરોધ દર્શાવતા ગરીબ ખેડૂતોRead More