Main Menu

Friday, January 11th, 2019

 

૧૦૮ના સ્ટાફ કર્મચારી-અધિકારીઓ હાઇએલર્ટ

ઉત્તરાયણ પર્વ પર અકસ્માત કેસોને લઇ ૧૦૮ એલર્ટ પર

ઉત્તરાયણના તહેવારને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઇમરન્જસી સારવારની સેવા ૧૦૮ને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે. તંત્ર દ્વારા ૧૦૮ના તમામ સ્ટાફ કર્મચારીઓને એકદમ એલર્ટ અને કોઇપણ ઇમરજન્સીની પરસ્થિતિને પહોંચી વળવા ખડેપગે તૈનાત રહેવા કડક તાકીદ કરી દેવાઇ છે. ગુજરાતમાં ગત વર્ષે ઉત્તરાયણના દિવસે પતંગ દોરા વાગવાથી ઇજા થયાના ૩૫ કેસ ઇમરજન્સી સેવા ૧૦૮માં આવ્યા હતા. વાસી ઉત્તરાયણમાં ૨૩ લોકોના ગળા કપાયા હતા. જેમાં અમદાવાદમાં અનુક્રમે ૨૫ અને ૨૮ કેસો પતંગના દોરા વાગવાથી ગંભીર ઇજા થઇ હોય તેવા આવ્યા હતા. ગત વર્ષ ૨૦૧૮માં ઉત્તરાયણના દિવસે ૩,૫૨૭ અને વાસી ઉત્તરાયણમાં ૩,૫૯૬ કેસોRead More


રજનીશ તિવારી પાંચ લાખની લાંચ લેતાં ઝડપાયા

વડોદરા પીએફ એન્ફોર્સમેન્ટ ઓફિસર લાંચ લેતાં પકડાયા

વડોદરાની પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસરને આજે રૂપિયા પાંચ લાખની લાંચ લેતા ગાંધીનગર સીબીઆઇની ટીમ દ્વારા રંગેહાથ ઝડપાઇ જતાં સરકારી અધિકારીઓ અને વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અગાઉ આ જ આરોપી અધિકારી રજનીશ તિવારીના પત્ની પારૂલ તિવારી કે જે પણ આ જ પીએફ ઓફિસમાં ફરજ બજાવતા હતા તે પણ ત્રણ મહિના પહેલાં જ હજુ એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા અને હવે તેમના પતિ લાંચના છટકામાં આબાદ ઝડપાયા છે. ઝડપી લેવામાં આવ્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની એક કંપનીનાં સર્વે માટે વડોદરાની પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસરRead More


ઉત્તરાયણની આસપાસ ઠંડી વધી જવાની સંભાવના

ગુજરાત ; ઠંડીના ચમકારાનો વધુ એક દોર આવે તેવી વકી

અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા ભાગોમાં તીવ્ર ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે. આજે પણ સવારથી લઇને બપોર સુધીના ગાળામાં ઠંડીનો ચમકારો રહ્યો હતો. સવારમાં આંશિક વાદળછાયુ વાતાવરણ પણ રહ્યું હતું. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. આનો મતલબ એ થયો કે, આવનાર દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઇ શકે છે. આજે અમદાવાદમાં ૧૧, ડિસામાં ૧૧.૨, ગાંધીનગરમાં ૯.૨, વડોદરામાં ૧૧.૨, મહુવામાં ૯.૩ અને નલિયામાં ૧૨.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. લઘત્તમ તાપમાનમાં ઘટાડાની સાથે સાથે સતત ફેરફારની સ્થિતિ હાલમાં જાવા મળી રહી છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યુંRead More


મકરસંક્રાંતિનાં દિને

ખડસલી ખાતે યોજાનાર ત્રિવિધ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી ઉપસ્થિત રહેશે

અમરેલી તા.૧૧-જાન્યુઆરી ૨૦૧૯ ગુજરાતના રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી તા.૧૪/૦૧/૨૦૧૯નાં રોજ સવારે ૧૦-૦૦ કલાકે સાવરકુંડલા તાલુકાનાં ખડસલી ગામે ગ્રામસેવા કેન્દ્ર-લોકશાળા ખાતે યોજાનાર ત્રિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ગ્રામસેવા કેન્દ્ર-લોકશાળા ખડસલી મુકામે મકરસંક્રાંતિનાં દિવસે યોજાનાર વાલી મિલન, શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ અને ગાંધીજનોને રાજ્યપાલશ્રી સંબોધન કરવાનાં છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર રચના સમિતિ રાજકોટનાં ઉપપ્રમુખશ્રી હિંમતભાઇ ગોડા, ડો.સુદર્શન આયંગર, ડો.રાજેન્દ્ર ખીમાણી અને શ્રી બળવંતભાઇ દેસાઇ પણ ઉપસ્થિત રહેશે.


ગણિતને અઘરું માનતાં વિદ્યાર્થીઓ માટે રાહતની વાત

સીબીએસઇના ધો-૧૦ના મેથ્સના પેપરમાં બે વિકલ્પ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)ના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં હવે બે વિકલ્પ મળશે. સીબીએસઈ તરફથી જાહેર કરાયેલ નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને ગણિત વિષયના બે સ્તરોમાંથી એક પસંદ કરવાનો મોકો મળશે. નોટિફિકેશન મુજબ પહેલા દસમાનું ગણિતનું લેવલ વર્તમાન લેવલ જ હશે પરંતુ બીજુ લેવલ આનાથી સરળ રાખવામાં આવશે. સીબીએસઇના આ નિર્ણયને લઇ હવે ગણિતને અઘરૂં માનતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે રાહતની વાત થઇ છે. સીબીએસઇના ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૧૯-૨૦ના સત્રથી જ આ સુવિધાનો લાભ મળશે. ગણિતના વર્તમાન લેવલને મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ લેવલનું નામ આપવામાં આવ્યુ છે,Read More


જૂના વાડજના પૃથ્વી એપાર્ટમેન્ટના બનાવથી ચકચાર

બિલ્ડરો દ્વારા પૈસા ન ચૂકવાતા ત્રાસથી કોન્ટ્રાકટરનો આપઘાત

શહેરના જૂના વાડજ વિસ્તારમાં પૃથ્વી એપાર્ટમેન્ટમાં રહેતા એક લેબર કોન્ટ્રાકટરે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લેબર કોન્ટ્રાકટરે આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સ્યુસાઇડ નોટ પણ પોલીસને મળી છે, જેમાં ત્રણ બિલ્ડરોના ત્રાસ અને તેઓની પાસેથી લેવાના બાકી નીકળતાં લાખો રૂપિયા પાછા અપાતા નહી હોવા અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ પણ સામે આવ્યો છે. બીજીબાજુ, મૃતકના પરિવારજનોએ જયાં સુધી આ કેસમાં આરોપી બિલ્ડરો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી નહી થાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો, જેને લઇ મામલો ભારે ગરમાયો હતો. જા કે,Read More


રાજ્યની તિજારી ઉપર ૧૦૦૦ કરોડનો બોજ

યુપીમાં યુરિયાની કિંમતમાં ૧૦ ટકા સુધી ઘટાડો થયા

કૃષિ સેક્ટરને મોટી રાહત આપીને ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે યુરિયાની કિંમતમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો કરી દીધો છે. ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી આડે ગણતરીના મહિના રહ્યા છે ત્યારે યોગી સરકારે આ નિર્ણય લીધો છે. ઉત્તરપ્રદેશના ખેડૂતોને આના કારણે મોટી રાહત થઇ શકે છે. રાજ્યની તિજારી ઉપર આના પરિણામ સ્વરુપે ૧૦૦૦ કરોડનો બોજ પડનાર છે. રાજ્યમાં યુરિયાની કિંમતો અન્ય રાજ્યોની સરખામણીમાં ખુબ ઉંચી છે. નેચરલ ગેસ ઉપર વધારાના વેટના પરિણામ સ્વરુપે યુરિયાની કિંમત રાજ્યમાં વધારે છે. લાંબા ગાળાથી ખેડૂતો દ્વારા કરવામાં આવેલી માંગણીનેRead More


ટીસીએસના શેરમાં બે ટકાથી વધુનો ઘટાડો નોંધાતા અફડાતફડી

તીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૯૭ પોઇન્ટ ઘટ્યો : વેપારીઓ નિરાશ

શેરબજારમાં આજે સતત બીજા દિવસે મંદી રહી હતી. કારોબારના અંતે સેંસેક્સમાં વધુ ઘટાડો થયો હતો. આજે સેંસેક્સ ૯૭ પોઇન્ટ ઘટીને ૩૬૦૧૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૭ પોઇન્ટ ઘટીને ૧૦૭૯૫ની નીચી સપાટીએ રહ્યો હતો. પસંદગીના બેંકિંગ, ઓટો મોબાઇલના શેર અને ટીસીએસના શેરમાં જારદાર ઘટાડો રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર બીએસઈ સેંસેક્સ ૦.૮૮ ટકા અને નિફ્ટી ૦.૬૩ ટકાના ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં શુક્રવારના દિવસે ૧૯ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૫૧૭૭ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૮ પોઇન્ટનો ઘટાડારહેતા તેની સપાટી ૧૪૬૦૦ રહી હતી. ટીસીએસનાRead More


૧૭મી જાન્યુઆરીના દિવસે સજાની જાહેરાત

પત્રકાર હત્યા કેસ : ગુરમિત રામરહીમ દોષિત જાહેર થયો

હરિયાણાના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમિત રામરહીમને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. પંચકુલાની ખાસ સીબીઆઈ કોર્ટે ગુરમિત રામરહીમને અપરાધી જાહેર કર્યા છે. પંચકુલા સીબીઆઈ કોર્ટના ચુકાદા બાદ રામરહીમના સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ૧૬ વર્ષ જુના આ મામલામાં રામરહીમ સહિત ચાર અપરાધીઓને આજે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ હવે રામરહીમ અને બાકીના દોષિતોને ૧૭મી જાન્યુઆરીના દિવસે સજા કરવામાં આવશે. સુનાવણીથી પહેલા પંચકુલામાં સીબીઆઈની ખાસ અદાલતમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. જાતિય સતામણીના કેસમાં રામરહીમને અગાઉ સજા કરવામાં આવ્યા બાદRead More


આવકવેરા મુક્તિ મર્યાદા વધારી દેવા તૈયારી

મિશન ૨૦૧૯: મોદી વધુ મોટા નિર્ણય લેવાના મુડમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ચૂંટણી વર્ષમાં વધુ કેટલાક મોટા નિર્ણય લેવાના મુડમાં દેખાઇ રહી છે. જેના ભાગરૂપે સામાન્ય લોકો અને ખેડુતોને વધારે રાહત આપવામાં આવનાર છે. આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારો કરવા, ખેડુતોને સીધા લાભ આપવા જેવા કેટલાક પગલા લેવામાં આવનાર છે. મોદી સરકાર ચૂંટણી વર્ષમાં ક્યાં મોટા પગલા લેશે તેને લઇને સામાન્ય વર્ગમાં ચર્ચા ચાલી રહી છે. મોદી સરકાર ગરીબ સવર્ણોને નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપવા માટેનો નિર્ણય કરી ચુકી છે. હવે અન્ય મોટા નિર્ણય લેવાની દિશામાં આગળ વધી રહી છે. કેટલાક અન્ય મોટા નિર્ણયને પણRead More