Main Menu

Saturday, January 12th, 2019

 

વોડાફોનઆઇડિયા, એરટેલ, જીયો વચ્ચે સ્પર્ધા

કુંભ : ટેલિકોમ કંપનીઓની વચ્ચે ગળાકાપ સ્પર્ધા રહેશ

દુનિયાના સૌથી મોટા મેળા કુંભની ૧૫મી જાન્યુઆરીના દિવસે શરૂઆત થઇ રહી છે. કુંભ મેળામાં ૧૩ કરોડથી પણ વધારે શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે. આ તમામ લોકોને પ્રભાવિત કરવા માટે ભારતની મોટી ટેલિકોમ કંપનીઓ વચ્ચે સીધી સ્પર્ધા જામનાર છે. ટેલિકોમ કંપનીઓ વોડાફોન આઇડિયા, ભારતી એરટેલ, રિલાયન્સ જીયો અને અન્ય કંપનીઓ વચ્ચે પણ સ્પર્ધા થનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે પ્રયાગરાજમાં ૧૫મી જાન્યુઆરીના દિવસે કુંભ મેળાની શરૂઆત થઇ રહી છે. કુંભ મેળા માટે ટેલિકોમ કંપનીઓ ખાસ પ્રકારની આકર્ષક યોજના રજૂ કરવા માટેની તૈયારીમાં દેખાઇ રહી છે. ખાસ પ્લાન્સ અનેRead More


રિચર્ડસનના તરખાટ સામે ભારતને નિષ્ફળતા

સિડની વન ડે મેચ : રોહિતની સદી છતાં પણ ભારતની હાર

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે રમાયેલી વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત પર ૩૪ રને જીત મેળવી હતી. આની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦૦૦મી જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાના ૨૮૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ રિચર્ડસનના તરખાટની સામે ટકી શકી ન હતી અને નિયમિત ગાળામાં વિકેટો ગુમાવી હતી. રોહિત શર્માએ ૧૩૩ રન ફટકાર્યા હોવા છતાં ભારતની હાર થઈ હતી. રોહિત શર્માએ વન ડે કેરિયરની ૨૨મી સદી ફટકારી હતી પરંતુ ભારતીય ટીમ નવ વિકેટે ૨૫૪ રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયન ટીમમાં એન્ટ્રી કરેલા બેહરેનડોર્ડે ૩૦ અને સ્ટોઈનીસે ૬૬Read More


બજેટ : પાક વીમા સ્કીમમાં ફાળવણી વધે તેવા એંધાણ

લોકસભાની ચૂંટણી પહેલા અંતિમ બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. કેન્દ્રિય નાણાં પ્રધાન અરૂણ જેટલી લોકલક્ષી બજેટ રજૂ કરવા માટેની તમામ તૈયારી કરી રહ્યા છે. કારણ કે વર્તમાન સરકારના આ છેલ્લા બજેટ તરીકે રહેનાર છે. મળેલી માહિતી મુજબ જેટલી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટેની ફાળવણીમાં વધારો કરે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. જેટલી પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે. વર્ષ ૨૦૧૬ની શરૂઆતમાં લોંચ કરવામાં આવેલી અપગ્રેડેડ પાક વીમા સ્કીમ હેઠળ ખેડુતોને ખુબ ઓછુ પ્રિમિયમ ચુકવવુ પડે છે. સાથે સાથે પાકના નુકસાન બદલ ફુલ ક્લેઇમ મળે છે.Read More


૨૫ વર્ષના લાંબા ગાળા બાદ બંને પાર્ટીઓ ઉત્તરપ્રદેશમાં એકસાથે

ઉત્તરપ્રદેશમાં સાથે ચુંટણી લડવા બસપ અને સપાનો આખરે નિર્ણય

કોઈ સમયે એકબીજાની સાથે રહેલા અને ત્યારબાદ એકબીજાના નજીકના દુશ્મન તરીકે રહેલા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ૨૫ વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર સાથે આવવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને આ અંગેની જાહેરાત કરી હતી. ઉત્તરપ્રદેશની ૮૦ લોકસભા સીટો પૈકી બંને પાર્ટી ૩૮-૩૮ સીટો ઉપર ચુંટણી મેદાનમાં ઉતરશે. કોંગ્રેસને ગઠબંધનથી બહાર રાખવાનો નિર્ણય કરાયો છે પરંતુ ગાંધી પરિવારના પરંપરાગત ગઢ અમેઠી અને રાયબરેલીમાં ગઠબંધન પોતાના ઉમેદવારને મેદાનમાં નહીં ઉતારવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.Read More


કલંક ફિલ્મ ૧૯મી એપ્રિલના દિવસે રજૂ કરાશે

હાલ કલંક ફિલ્મના શૂટિંગને લઇને સોનાક્ષી ખુબ જ વ્યસ્ત

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી સોનાક્ષી સિંહા હાલમાં ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિ ઉપર આધારિત કલંક ફિલ્મને લઇને વ્યસ્ત બનેલી છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, વરુન ધવન, આલિયા ભટ્ટ, સંજય દત્ત અને માધુરી દિક્ષીત મુખ્ય રોલમાં કામ કરી રહ્યા છે. ધર્મા પ્રોડક્શન દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ ફિલ્મ ૧૯મી એપ્રિલ ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મને લઇને તમામ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. તેનું કહેવું છે કે, અભિષેક વર્મન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ શાનદાર ફિલ્મ રહેશે. કરણ જાહર અને તેમના પિતા સ્વર્ગસ્થ યશ જાહર દ્વારા ૧૫ વર્ષ અગાઉ આRead More


ફિલ્મોથી પણ બ્રેક લેવા માટે ઇચ્છુક નથી

ફિલ્મ કરતા પરિવાર પર હવે એશ્વર્યા વધારે ધ્યાન આપે છે

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડની ફિલ્મોમાં હવે વધારે સક્રિય દેખાઈ રહી નથી પરંતુ તેની ચર્ચા હજુ પણ જાવા મળે છે. બોલીવુડના ચાહકો અને બોલીવુડમાં રહેલા લોકો પણ નક્કરપણે માને છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં પોતાના પરિવાર સાથે વધુને વધુ સમય ગાળી રહી છે. સાથે સાથે વધુને વધુ પારિવારિક પરંપરા અદા કરી રહી છે. ઐશ્વર્યા રાયના સંદર્ભમાં નજીકના લોકો કહે છે કે તે પોતાની પુત્રી આરાધ્ય સાથે વધુ સમય ગાળવા માટે ઇચ્છુક છે. આજ કારણસર તે મોટાભાગે આરાધ્યા સાથે જ મુસાફરી અને પ્રવાસ કરતી રહે છે. આરાધ્યા આગામીRead More


બંનેને લઇને ફિલ્મ બનાવવા સુકુમારની તૈયારી

અભિનેત્રી કેટરીના કેફ હવે મહેશ બાબુની સાથે દેખાશે

તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ અને કેટરીના કેફની જાડી હવે એક ફિલ્મમાં સાથે નજરે પડનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ફિલ્મના નામ અંગે ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવનાર છે. નિર્દેશક સુકુમાર પોતાની આગામી ફિલ્મમાં આ બંને સ્ટારને સાથે લેવાનો નિર્ણય કરી ચુક્યા છે. ફિલ્મના ટાઇટલને લઇને ચર્ચા ચાલી રહી છે. જા કે ટુંકમાં આ અંગે જાહેરાત કરીને વિવાદનો અંત લવાશે. મહેશ બાબુ અને કેટરીના કેફની જાડીને લેવાનો નિર્ણય તો કરવામાં આવી ચુક્યોછે. ફિલ્મમાં કામ કરવા માટે મહેશ બાબુ પહેલાથી જ તૈયારી દર્શાવી ચુક્યો છે. જ્યારે કેટરીનાRead More


સ્વામી વિવકાનંદન જન્મજયંતિ નિમિતે બાબરા તાલુકા યુવા ભાજપ દ્વારા વંદના તથા ઉતરાયણ નિમિતે બાળકો ને પતંગ અને બિસ્કીટ વિતરણ

સ્વામી વિવકાનંદન જન્મજયંતિ નિમિતે બાબરા તાલુકા યુવા ભાજપ દ્વારા વંદના તથા ઉતરાયણ નિમિતે બાળકો ને પતંગ અને બિસ્કીટ વિતરણ


ચિરાગ વિધ્યા સંકુલ ચલાલા દ્વારા પતંગ ડેકોરેશનનો કાર્યક્રમ ઉજવાયો

ધોરણ ૧ થી ૧૨ના વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સ્કુલમાં જ પતંગ બનાવી હતી જેની અંદર લોકો અને વિધ્યાર્થીઓને જાગૃત કરવા માટે વ્યસન મુક્તિના ચિત્રો અને સફાઈ અભિયાનના સુચનોના ચિત્રો પતંગમાં બનાવી લોકોને જાગૃત કર્યા અને શાળાના ટ્રસ્ટી કોકિલાબેન કાકડિયાએ પક્ષીઓને નુકશાન ન થાય અને કોઈપણ ને દોરીઓ ન વાગે તેની માહિતી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવામાં મયુરભાઈ ચાવડા, જીતુભાઈ પંચોલ્ત, મનીષભાઈ વાળા, ભાવિકભાઈ અગ્રાવત તેમજ તમામ સ્ટાફ ગણે સારી જહેમત ઉઠાવી હતી વધુમાં જણાવ્યુ હતું કે, પ્લાસ્ટિક અને ચાઇનીઝ દોરીઓનું બાળકો ઉપયોગ ન કરે તેની ખાસ સલાહ સુચનોRead More


અમદાવાદ કૃષિના ઋષિ સુભાષજી પાલેકરની પાંચ દિવસીય ઝીરો બજેટ કૃષિ શિબિરમાં પંદર હજારથી વધુ ખેડૂતોની હાજરી દરેક જીવાત્માનું કલ્યાણ કરતી કૃષિ કરો આધ્યાત્મિક ગાય આધારિત ખેતીની શીખ સાથે ઉન્નતિના આંકડા આપતા પાલેકર

અમદાવાદ રાજપાટ પાર્ટી પ્લોટ નિકોલ રિંગ રોડ ખાતે ઝીરો બજેટ કૃષિ શિબિર માં ગુજરાત સહિત આંતરરાજ્ય માં થી પંદર હજાર કરતા વધુ ખેડૂતો ની ઉપસ્થિતિ માં કૃષિ ના ઋષિ સુભાષજી પાલેકર નું ખર્ચ વગર ની ખેતી તરફ વળો નું આહવાન આધ્યાત્મિક ખેતી ગાય આધારિત ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન એક ગાય ના ના ગોબર થી કેટલા એકર ખેતી કેટલું ઉત્પાદન કેટલી ગુણવત્તા સાથે પરમાર્થ થઈ શકે પ્રાકૃતિક ખેતી કરો ઝેર મુક્ત જીવન આવતા ભવિષ્ય માટે આધ્યાત્મિક ખેતી તરફ વળો ની શીખ આપતા સુભાષજી પાકેકર ની તા૮/૧ થી શરૂ થયેલ ઓર્ગેનિક કૃષિRead More