Main Menu

રાજુલા તાલુકાના રાજપરડા ગામની કોળી સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ : આરોપી ફરાર

રાજુલા તાલુકાના રાજપરડા ગામની એક કોળી સગીરા પરિવાર સાથે ઘરના ધાબા પર સુતી હતી ત્યારે રાત્રીના સમયે તે જ ગામના કોળી શખ્સે અગાશી પર જઇ ધાકધમકી આપી તેના પર દુષ્કર્મ આચરતા આ અંગે ડુંગર પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. સગીરા પર દુષ્કર્મની આ ઘટના રાજુલા તાલુકાના રાજપરડા ગામે ગઇ મધરાત્રે બની હતી.અહીંના એક કોળી આધેડે આ અંગે ડુંગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે તે અને તેની સગીર પુત્રી અને પુત્ર ગઇરાત્રે ઘરના ધાબા પર સુતાં હતાં. પરિવારના સભ્યો નિદ્રામાં હતાં તે સમયે તે જ ગામનો અશોક કરશન કોળી છત પર ધસી આવ્યો હતો. આ શખ્સે સગીરાને ધાક ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં નાસી છૂટ્યો હતો. આ અંગે સગીરાએ ઘરના વાલીઓને જાણ કરતા આખરે ડુંગર પોલીસ મથકે દોડી જઇ ફરીયાદ નોંધાવાઇ હતી. પોલીસે નાસી છૂટેલા અશોક કરશન કોળીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.