Main Menu

અમરેલીમાં સૌથી મોટો બનાવટી નોટોનો જથ્થો ઝડપાયો..રૂપીયા 1 કરોડ ઉપરની બનાવટી ચલણી નોટો એલ.સી.બી.એ પકડી પાડી…જુઓ વિડીયો

[wpdevart_youtube]uvno8DTf0po[/wpdevart_youtube]

[wpdevart_youtube]O5fLb5VEf1w[/wpdevart_youtube]

નોટબંધી બાદ ચલણમાં આવેલ રૂ.૨૦૦૦/- તથા રૂ.૫૦૦/- ના દરની નવી ચલણી નોટો અંગે હજુ સામાન્‍ય પ્રજા પુરતી માહિતગાર ન હોય અને અસલી તથા નકલી નોટો વચ્‍ચેનો ભેદ સહેલાઇથી પારખી શકાય તેમ ન હોય તેનો ફાયદો ઉઠાવી કેટલાક ઇસમો અસલ ભારતીય ચલણી નોટો સ્‍કેન કરી કલર પ્રિન્‍ટરથી તેની આબેહુબ કલર કોપી કરી નકલી ભારતીય ચલણી નોટો બનાવી તેને બજારમાં ફરતી કરી ભારત દેશના અર્થતંત્રને ગંભીર નુકશાન કરવા કાવત્રું કરતાં હોવાની હકીકત ધ્યાને આવતાં ભાવનગર રેન્‍જના આઇ.જી.પી.શ્રી. અમિત કુમાર વિશ્વકર્મા દ્વારા ભાવનગર રેન્‍જના પોલીસ અધિક્ષક શ્રી.ઓને પોત પોતાના જીલ્‍લાઓમાં જાલીનોટની પ્રવૃતિ અંગે સતર્ક રહેવા સુચના આપવામાં આવેલ હતી.અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. જગદીશ પટેલ દ્વારા અમરેલી જીલ્લામાં બનાવટી ચલણી નોટોની પ્રવૃતિ કરતાં હોવાની શંકા હોય તેવા શકદાર ઇસમો અંગે વોચમાં રહેવા અમરેલી એલ.સી.બી.ને જરૂરી સુચના અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.ગઇ કાલ તા.૨૪/૦૫/૨૦૧૭ ના રોજ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી. એ.પી.પટેલ તથા એલ.સી.બી. સ્‍ટાફને બનાવટી ચલણી નોટો અંગે ચોક્કસ બાતમી મળેલ હોય જે બાતમી આધારે અમરેલી લાઠી રોડ ઉપર લાલાવાવ હનુમાનજીના મંદિર પાસે વોચમાં ગોઠવેલ અને વોચ દરમ્‍યાન લાઠી તરફથી એક રજીસ્‍ટ્રેશન નંબર વગરનું કાળા રંગનું સુઝુકી એક્સેસ મોપેડ ડબલ સવારીમાં આવતાં તેને રોકી ચેક કરતાં મોપેડ ચલાવનાર સચિન ગુલાબભાઇ પરમાર, ઉં.વ.૨૧, રહે.મુળ. ગુંદી કોળીયાક, તા.જી.ભાવનગર, હાલ.રહે.ભાવનગર, ઘોઘા જકાતનાકા તથા તેની પાછળ બેસેલ પરેશ જગદીશભાઇ સોલંકી, ઉં.વ.૨૫, ધંધો.વેપાર, રહે.લાઠી, લુવારીયા દરવાજા, તા.લાઠી, જી.અમરેલી વાળો હોવાનું જાણવા મળેલ અને તેમની પાસે એક રેક્ઝીનનો થેલો હોય જે થેલો ચેક કરતાં ભારતીય બનાવટી ચલણી નોટો જેમાં રૂ.૨૦૦૦/- ના દરની નોટ નંગ ૪૫૫૨ તથા રૂ.૫૦૦/- ના દરની નોટ નંગ ૩૯૮૨ મળી કુલ રૂ.૧,૧૦,૯૫,૦૦૦/- (એક કરોડ દસ લાખ પંચાણુ હજાર) ની કિંમતની બનાવટી ચલણી નોટો મળી આવતાં બંને ઇસમો સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. અને જાલીનોટ અંગેના મોટા રેકેટનો પર્દાફાશ કરેલ છે.
પકડાયેલ બંને ઇસમો કોમ્‍પ્યુટરના જાણકાર છે અને તે પૈકીના સચિન ગુલાબભાઇ પરમારે તો ચાલુ વર્ષે માઇનીંગ ફેકલ્‍ટીમાં એન્‍જીનીયરીંગ પુરૂં કરેલ હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. જગદીશ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી.એ.પી.પટેલ ની રાહબરી નીચે એલ.સી.બી. સ્‍ટાફના અબ્દુલભાઇ સમા, બલરામભાઇ પરમાર, પ્રફુલ્‍લભાઇ જાની, ધર્મેન્‍દ્રભાઇ પવાર, બાબુભાઇ ડેર, સંજયભાઇ પદમાણી, સાર્દુલભાઇ ભુવા, વિજયભાઇ ગોહિલ, ગોવિંદભાઇ પરમાર, હિંગરાજસિંહ ગોહિલ, જયદિપસિંહ ગોહિલ, જગદીશભાઇ ઝણકાત, તુષારભાઇ પાંચાણી, વિજયભાઇ વાઢેર, ડ્રાઇવર પ્રતાપભાઇ ડેર વિ.એ કરેલ છે.