Main Menu

સાંદિપની વિદ્યા ગુરુ એવોર્ડથી હરકાંતભાઈ મેહતાનું થયું સન્માન…પૂજ્ય રમેશભાઈ ઓઝાના વરદહસ્તે મોમેન્ટો અર્પણ..રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતાનું સન્માન થતા મહાનુભાવોએ આપ્યા અભિનંદન

ગીર ગઢડા સાંદિપની વિદ્યા નિકેતન દ્વારા શિક્ષણ શૅત્રે કેળવણી દ્વારા જ્ઞાનયજ્ઞ ની શ્રેષ્ઠ ભૂમિકા ચરિતાર્થ કરનારા શિક્ષકો, અધ્યાપકો, કેળવણીકારો ના પ્રતિવર્ષ થતા અધ્યપૂજા-સન્માનના કાર્યક્રમમાં ગીર ગઢડા ના જ્યોતિષ-વાંચસ્પતિ અને રાષ્ટ્રપતિ એવોર્ડ શ્રેષ્ઠ શિક્ષક શ્રી હરકાંતભાઈ માધવજી મહેતાનું સાંદિપની કુલપિતા અને ભારતીય ધર્મ-સંસ્કૃતિ અને સંસ્કારના જ્યોતિધર પ.પૂ.શ્રી રમેશભાઇ ઓઝા (પૂ.ભાઈશ્રી) ના વરદહસ્તે ચંદન, તિલક, અક્ષત, રુદ્રાક્ષ, માળા, નામપત્રિ, પુરસ્કાર, અધ્યસન્માન પત્ર, ” સાંદિપની વિદ્યા ગુરુ એવોર્ડ-2017″ મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરી શ્રેષ્ઠ શિક્ષક તરીકે ભાવવંદના અભિવાદન થતા સાવરકુંડલા બ્રહ્મ સમાજે ગૌરવ ની લાગણીઓ વ્યક્ત કરીને નાગરિક બેંકના પૂર્વ વાઇસ ચેરમેન ગીરીશભાઈ રાજ્યગુરુ, કોંગ્રેસના અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, પાલિકાના કારોબારી ચેરમેન કિરીટભાઈ દવે, નાગરિક બેંકના ચેરમેન પરાગ ત્રિવેદી, સાવરકુંડલા શહેર કોંગ્રેસના પ્રમુખ હસુભાઈ સૂચક, તાલુકા કોંગ્રેસના દીપકભાઈ માલાણી, બેંકના વાઇસ ચેરમેન અશ્વિનભાઈ ઉપાધ્યાય, રમેશભાઈ રાજ્યગુરુ, હીમાંશુભાઈ ભટ્ટ, ચિરાગ આચાર્ય, બાબુલાલ કુબાવત, સતિષભાઈ મેહતા સાથે મહેન્દ્રભાઈ બગડા (ટી.વી.9), હિરેન રવીયા (આજતક), સૂર્યકાંત ચૌહાણ (સંદેશ ન્યુઝ), રાજુ ગઢિયા (ઇ ટી.વી), દિલીપ જીરુકા (ટાઈમ્સ ઓફ ઇન્ડિયા), કેતન બગડા (વી.ટી.વી), જયદેવ વરુ (નિર્માણ ન્યુઝ), ફારૂક કાદરી (એ.બી.પી.અસ્મિતા) સહિતના સામાજિક, રાજકીય આગેવાનો સાથે પત્રકાર  મિત્રોએ શ્રેષ્ઠ શિક્ષક હરકાંતભાઈ મેહતા ને અભિનંદન પાઠવ્યા હતા…