Main Menu

મહાશિવરાત્રીના પાવન દિવસે અંટાળીયા મહાદેવ મંદિર શિવ ભક્તો ઉમટ્યા

અંટાળીયા મહાદેવ મંદિર રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યું છે. મહાશિવરાત્રીના પાવન દિવસે ભગવાન શિવની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે .અમરેલી શહેરથી ૨૦ કિ.મી. દૂર લાઠી – લીલીયા વચ્‍ચે અંટાળીયા ગામ નજીક ગાંગડીયા નદી કાંઠે આ મંદિર ૫ણ ઘામિઁકોની આસ્‍થાનું કેન્‍દ્ર છે. આ મંદિરમાં ભોળા શિવની મૂતિઁ બિરાજમાન છે.આ વિસ્‍તાર કાળિયાર હરણોનો વિસ્‍તાર હોઇ સહેલાણીઓને તેનો લાભ ૫ણ મળે છે.