Main Menu

ગૌતમેશ્વર મહાદેવ – શિહોર

એમ કહેવાય છે કે પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહને આ કૂંડમાં સ્નાન કરવાથી રક્તપિત્ત મટી ગયો હતો. ડીપાડીઓ ધાર પછી તરત આવતી ગૌતમી નદી ગૌતમ કુંડ નજીક આવેલી છે. આ કુંડનું નામ ગૌતમ ઋષિના નામ પરથી પડયું. આ ઋષિ અહીં ગુફામાં રહી ધાર્મિક તપ કરતા હતા.ગૌતમેશ્વર મહાદેવનું નામ પણ તેમના પરથી પડયું. ભાવનગર બંધાયું તે પહેલાં શિહોર ગોહિલ રાજાઓના પાટનગર તરીકે હતું