Main Menu

નરસિંહ મહેતાની મૂર્તિ – ગઢુલા ( નવા રાજપરા)

ગોપનાથનું પ્રખ્યાત મંદિર તળાજાથી માત્ર ૧૦ કિ.મી.ના અંતરે અહીં આવેલ છે. રાજપીપળાના ગોહિલ રાજવી ગોપસિંહજીએ તે બાંધ્યું હોવાનું કહેવાય છે. બીજા મત મુજબ તે બાર ભાઈઓએ બંધાવ્યું હતું. તેમના પરથી મુંબઈનો બાર ભાઈ મહોલ્લો જાણીતો છે. દંતકથા મુજબ, એક વખત દ્વારકાના શ્રીકૃષ્ણ ભગવાન તેમની રાણીઓ સાથે આ સ્થળે આવ્યા હતાં અને આ સ્થળે ચોતરફ સુંદર ગીચ વૃક્ષો અને ખુલ્લો દરિયો જોઈ ત્યાં આરામ લેવાનું નક્કી કર્યું હતું અને સારા એવા સમય સુધી તે મનોરમ્ય દરિયામાં સ્નાન કર્યું હતું. રાણીઓને એકાએક યાદ આવ્યું કે તેમને જમતાં પહેલાં મહાદેવની પૂજા કરવાની માનતા હતી. તેમણે તેહકીકત ભગવાન શ્રીકૃષ્ણના ભક્તે આ મંદિરમાં કઠોર તપ કર્યું હતું. તેમની ભાભીના સતત મહેણાંથી કંટાળીને નરસિંહ મહેતાએ આપધાત કરવાના વિચારથી ધર છોડયું અને આ મંદિરે આવી પહોંચ્યા. સળંગ સાત દિવસ ઉપવાસ કર્યા બાદ તેમને મહાદેવનો સાક્ષાત્કાર થયો અને તેમને ભગવાન કૃષ્ણની રાસલીલાનાં દર્શન કરાવી આશીર્વાદ આપ્યાં. આ મંદિરમાં પટાંગણમાં કીર્તન મુદ્રામાં નરસિંહ મહેતાની મૂર્તિ સ્થાપવામાં આવી છે.

આ સ્થળની આબોહવા ખુશનુમા છે. અહીં દીવાદાંડી અને સરસ ધર્મશાળા છે. ગુજરાત પ્રવાસન નિગમ લી. એ આ સ્થળને પ્રવાસીઓ માટેના વિકાસ કેન્દ્ર તરીકે વિચાર્યું છે. અહીં પ્રત્યેક વર્ષે શ્રાવણ વદ ૧૪ અને અમાસના દિવસે મેળો ભરાય છે. મહાશિવરાત્રિના દિવસે અહીં વિશાળ સંખ્યામાં માનવ સમુદાય ઉમટે છે.