Main Menu

ખોડિયાર મંદિર – રાજપરા

તે શિહોરથી ૪ કિ.મી.ના અંતરે આવેલું છે. ભાવનગર રાજ્યના અગાઉના રાજવીઓની કુળદેવી ખોડિયાર માતાના સુવિખ્યાત મંદિર માટે રાજપરા જાણીતું છે. મંદિરને ૩૬ થાંભલા અને વિશાળ મંડપ છે. તેનો વહીવટ ટ્રસ્ટ કરે છે. તે સારું ઉજાણી-સ્થળ હોવા ઉપરાંત, તે આ વિસ્તારમાં ખૂબ વંદનીય છે અને ધણા માણસો ખાસ કરીને રવિવારે અને મંગળવારે ત્યાં આવે છે કેમકે આ દેવીની પૂજા માટે આ વાર પવિત્ર મનાય છે. મંદિર નજીક ખોડિયાર તળાવ તરીકે ઓળખાતું વિશાળ તળાવ છે.