Main Menu

ઈશ્વરિયા ગામે ૧૬ લાખના ખર્ચે પ્રસુતિગૃહ નિર્માણાધિન

રાજય સરકારની વિવિધ યોજનાઓ તળે ઈશ્વરિયા ગામને આરોગ્ય સેવા ક્ષેત્રે લાભ મળ્યો છે. રૂા. ૧૬ લાખના ખર્ચે હાલ પ્રસુતિગૃહ નિર્માણાધિન છે. આ અમૃત યોજનામાં ગુરૂ ગામ આવરી લેવાયું છે. આરોગ્ય અને તબીબી સેવા સુવિધા માટે સરકાર દ્વારા અનેક આયોજનો રહેલા છે. ઈશ્વરિયા ગામના સરપંચ મુકેશકુમાર પંડિતની સતત રજુઆતો અને તંત્રના વાંધા વચકા બાદ અહીંના પેટા આરોગ્ય કેન્દ્રમાં રૂા. ૧૬ લાખના ખર્ચે હાલ પ્રસુતિગૃહ નિર્માણાધિન છે. રાજય સરકારની વિવિધ યોજનાઓ તળે ઈશ્વરિયા ગામને આરોગ્ય સેવવા ક્ષેત્રે સારો લાભ મળ્યો છે. ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરાના સંકલન સાથેઅ ારોગ્ય તકેદારી કાર્યક્રમો થતા રહે છે. મા અમૃતમ યોજનામાં પુરૂ ગામ બે વૃષ અગાઉ  આવરી લેવાયું છે, જે જીલ્લા માટે ગૌરવની બાબત છે.પ્રાથમિક શાળા તથા સંકલીત બાળ વીકાસ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો દ્રારા પણ વિકાસ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો દ્વારા પણ બાળકોની તંદુરસ્તી માટે જાગૃતિ રાખવામાં આવે છે.