Main Menu

એસ્ટીમ કારમાં દારૂની હેરા-ફેરી કરતાં ર ઇસમોને અમરેલી એલ.સી.બી.એ ઝડપી લીધાં

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી જગદીશ પટેલ દ્વારા અમરેલી જીલ્લામાં દારૂની બદી દુર કરવા અને દારૂની પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક માં કડક પગલા લેવા જરૂરી સુચના આપી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય, જે અનુસંધાને અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી. એ.પી.પટેલ નાઓની રાહબરી નીચે ગઇ કાલ તા.૧૭/૦૨/૧૭ ના રોજ એલ.સી.બી. ટીમને બાતમીરાહે હકીકત મળેલ કે, એક સિલ્વર કલરની એસ્ટીમ કાર જેના નં.જી.જે.૦૫.સી.એ.૧૨૪૯ છે તેમાં દેશી દારૂ ભરેલ છે અને તે કાર લીલીયા તરફ થી અમરેલીમાં આવનાર છે તેવી ચોક્કસ બાતમી મળતાં લીલીયાથી અમરેલી તરફ આવવાના તમામ રસ્તાઓ ઉપર વોચ ગોઠવી વાહન ચેકીંગ શરૂ કરતાં મોડી રાત્રિના બાતમી વાળી એસ્ટીમ કાર લીલીયા તરફથી અમરેલી માણેકપરા વિસ્તારમાં આવેલ રેલ્વે  ફાટક વાળા રસ્તે આવતાં રેલ્વે ફાટક પાસે આ કાર પકડી પાડી કાર ચેક કરતાં કારમાં દેશી પીવાનો દારૂ ભરેલ પ્લાાસ્ટીકની કોથળીઓ (ફુગ્ગાઓ) ભરેલ હોય અને કારની પાછળની સીટ ઉપરથી તથા કારની ડીકીમાંથી કુલ દેશી પીવાનો દારૂ લીટર ૯૧૫, કિં.રૂ.ર૭,૪૫૦/- નો મળી આવતાં કારમાં બેસેલ બે ઇસમો (૧) જયદીપ દાનજીભાઇ જોગદીયા, ઉં.વ.૧૯ તથા (ર) હુસેન અબુભાઇ કાલવા, રહે.બંન્ને. અમરેલી, બહારપરા વાળાઓ પાસેથી દેશી દારૂ લીટર ૯૧૫, કિં.રૂ.૨૭,૪૫૦/- તથા એસ્ટીમ કાર નં.જી.જે.૦૫.સી.એ.૧૨૪૯, કિં.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૭૭,૪૫૦/- નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરૂધ્ધે પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી અમરેલી સીટી પો.સ્ટે. હવાલે કરેલ છે.
તેમજ તા.૧૭/૦૨/૨૦૧૭ ના રોજ મળેલ ચોક્કસ બાતમી આધારે મોટી કુંકાવાવ ગામે ઘનશ્યામ નગર, ભરવાડપડામાં રહેતાં વિક્રમ જીવાભાઇ વાઘેલાના રહેણાંક મકાને રેઇડ કરતાં દેશી પીવાનો દારૂ લી.૧૦, કિં.રૂ.૩૫૦/- નો મુદ્દામાલ મળી આવેલ અને આરોપી હાજર મળી આવેલ નહીં. તેમજ ખજુરી પીપળીયા ગામે રામજી મંદિર સામે દેશી દારૂનું વેચાણ થાય છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં બાઘુભાઇ ઉનડભાઇ બસીયા, રહે.ખજુરી પીપળીયા વાળો દેશી દારૂ લી.પ, કિં.રૂ.૧૮૦/- નો મુદ્દામાલ મુકી નાસી ગયેલ હોય ઉપરોક્ત બંને ઇસમો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી વડીયા પો.સ્ટે.માં ગુન્હા રજી. કરાવેલ છે.
આમ, અમરેલી સીટી અને વડીયા પો.સ્ટે. વિસ્તારમાં દારૂ અંગે અમરેલી એલ.સી.બી. દ્વારા સફળ રેઇડો કરવામાં આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. જગદીશ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી.એ.પી.પટેલની રાહબરી નીચે એલ.સી.બી. સ્ટાફના અબ્દુલભાઇ સમા, બલરામભાઇ પરમાર, રમેશભાઇ રાજ્યગુરૂ, બાબુભાઇ ડેર, વિજયભાઇ ગોહિલ, હિંગરાજસિંહ ગોહિલ, જગદીશભાઇ ઝણકાત, વિજયભાઇ વાઢેર, તુષારભાઇ પાંચાણી, મધુભાઇ પોપટ, નુરભાઇ શીરમાન, યુવરાજસિંહ ગોહિલ, પ્રતાપભાઇ ડેર વિ.એ કરેલ છે.