Main Menu

સુરત,ભાવનગરમાં ભારે વરસાદ, અમદાવાદમાં માહોલ બદલાયો

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈ જન જીવન ખોરવાયુ છે. શિયાળાની ફુલ ગુલાબી ઠંડીના બદલે વાતાવરણમાં બાફ અને ઉકળાટ પણ વધ્યો છે જેના કારણે બીજી તરફ વરસાદી માહોલ પણ સર્જાયો છે. બુધવારના રોજ સુરત, વાપી ઉમરગામ, પારડી, ઉદવાડા, ડાંગ, વાંસદા તેમજ ભાવનગર પંથકમાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો.બંગાળમાં અપર સર્કયુલેશન સર્જાતા વાતાવરણામાં એકાએક પલટો આવ્યો હતો. જેેને લઈ હજુ આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી જારી કરી છે. અમદાવાદમાં પણ બુધવારના રોજ વાતાવરણમાં પલટો આવ્યો હતો વાદળાઓ ઘેરાતા વાતાવરણમાં ઉકળાટ વધ્યો હતો. શહેરીજનો દિવસ ભર પરશેવે રેબઝેબ થયા હતા. સુરતામાં બુધવારે વહેલી સવારથી બપોર સુધી વરસાદ ચાલુ રહ્યો હતો જેથી સંમગ્ર શહેરમાં સરેરાશ અડધો ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનં અનુમાન છે. જ્યારે આજે બપોરના ૧૨ થી ૨ કલાક વચ્ચે ભાવનગરમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. ભાવનગર, સુરત સહિતના વિસ્તારમાં બપોરના સમયે વરસાદે ઝાપટા સ્વરૃપે હાજરી પુરાવી હતી.