Main Menu

પાલિતાણા મામલતદાર કચેરી ખાતે પ્રાંતકક્ષાનો પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો

ભાવનગર જીલ્લાના પાલિતાણા મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ પટેલના અઘ્યક્ષ સ્થાને પ્રાંતકક્ષાનો પ્રગતિસેતુ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ પટેલ એ કાર્યક્રમને ખુલ્લો મુકતા જણાવ્યુ હતુ કે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના વહિવટમાં પારદર્શિતા વઘે તેમજ પ્રજાની સામુહિક લક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વઘે તેવા શુભ હેતુથી પ્રાંતકક્ષાએ પ્રગતસેતુ કાર્યક્રમો યોજીને પ્રજાના સામુહિકલક્ષી પ્રશ્નોના ઘરઆંગણે ઝડ૫થી નિકાલ કરવા માટેની નવતર ૫હેલરૂ૫ વ્યવસ્થાનુ આયોજન રાજય સરકારે કર્યુ છે. પ્રગતિસેતુ કાર્યક્રમમાં પ્રાંત વિસ્તારના નાગરિકોએ ૧૦૬ જેટલા સામુહિક લક્ષી રજુઆતો રૂબરૂમા આવી કરી હતી અને સામુહિક રજુઆતો પ્રત્યે સંબંઘિત કચેરીએાના અઘિકારીએા સાથે ચર્ચા વિચારણા કરી આખરી નિર્ણય લઇ સ્થળ ઉપરજ સામુહિક લક્ષી રજુઆતોનો નિકાલ કરાયો હતો અને સામુહિકલક્ષી રજુઆતના કિસ્સામાં વઘારાના બજેટ અથવા નવી જોગવાઇની જરૂરિયાત હોય તેના માટે આવશ્યકતા અને અગ્રતાક્રમ નકકી કરીને રાજય કક્ષાએ નિતી વિષયક નિર્ણયની જરૂર હોય ત્યાં જે તે કચેરીના અઘિકારીએ અભિપ્રાય સાથે દરખાસ્ત સંબંઘિત વિભાગને મોકલવા અઘિકારીએાને સુચના આપી હતી અને સામુહિક લક્ષી રજુઆતોનો હકારાત્મક નિકાલ કરવા જણાવ્યુ હતુ.