Main Menu

આઝાદીથી અત્યાર સુધી ગામને પ્રાથમિક સુવિધાઓથી રખાયા વંચિત …..આજે પણ જ્યોતિગ્રામ વીજળીની ,પાકા રસ્તાની,પાણીની સમસ્યા…ગ્રામજનો આગામી આવનારી ચૂંટણીનો કરશે બહિષ્કાર…વધુ જાણો

ખાંભાતાલુકાના ભાણીયા અને ધાવડીયા જુથ ગ્રામ પંચાયત દ્વારા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લેખીતમાં જણાવ્યુ હતુ કે અહી ગામમાં આઝાદીથી અત્યાર સુધી ગામને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રખાતા આગામી આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.ખાંભા તાલુકાના ભાણીયા અને ધાવડીયા જુથ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આજે ખાંભાના મામલતદાર મારફત ગુજરાતના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં હતી કે, આઝાદીના ૭૦ વર્ષ વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી ગામમાં પ્રાથમિક સુવિધાઓ મળેલ નથી. વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં કોઈ પણ ગામ એવુ નહિ હોય કે જ્યા પાકા રસ્તા અને જ્યોતિગ્રામ વીજળીની સુવિધાથી વંચિત હોય. પરંતુ અહીં ગામ ગીરકાંઠાના છેવાડામાં આવતા તાલુકા મથકને જોડતા પાકા રસ્તાની આજદિન સુધી સુવિધા મળેલ નથી. જ્યોતિગ્રામ વીજળીની સુવિધા પણ મળેલ નથી. કારણે ગામમાં રહેતા લોકોને ચોમાસાની ઋતુમાં શિક્ષણ આરોગ્ય તેમજ સામાજિક પરિબળો ઉપર સીધી અસર પડે છે.  જ્યારથી સ્થાનિક સ્વરાજની સ્થાપના થયેલ છે ત્યારથી અહી ગામડાંમાં મતદાન થઇ રહ્યુ છે. પરતું અહી ગામમાં પાયાની સવલતો આપવામાં આવી નથી. જ્યાં સુધી ગામમાં પ્રાથમિક જરૂરિયાતની સવલતો પુરી પાડવામાં નહીં આવે ત્યાં સુધી કોઇ પણ ચૂંટણીમાં મતદાન કરવામાં નહીં આવે જે સમસ્ત ભાણીયા અને ધાવડિયા ગામના ગ્રામજનો તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે.