Main Menu

અલ્પેશ ઠાકોર તેમજ રાહુલે ભાજપની ઉંઘ હરામ કરી છે 

અલ્પેશ ઠાકોરના શકિત પ્રદર્શન અને ઉપસ્થિતિ  લાખોની જનમેદનીને જાઇ કોંગ્રેસ ઠાકોરસેનાના પ્રમુખ ઉપર ખુશ

ગુજરાત કોંગ્રેસમાં વિધિવત્‌ રીતે જાડાયેલા ઓબીસી નેતા અને ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર
અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપની ઉંઘ ઉડાડી દીધી છે. ગાંધીનગર ખાતે રામલીલા
મેદાનમાં રાજયભરના ખૂણેખૂણેથી ઠાકોર સમાજ અને ઓબીસી સમાજના લાખો લોકોની જનમેદનીને
એકત્રિત કરનાર અલ્પેશ ઠાકોરના શકિત પ્રદર્શનને જાઇ કોંગ્રેસ ખુશ થઇ ગયું છે, તો ભાજપ ઉમટેલા
લાખોના માનવસમૂહને જાઇ વોટબેંકમાં થનારા નુકસાનને લઇ ચિંતામાં સરી પડયું છે. આ ઘટનાના ઘેરા
પ્રત્યાઘાત સ્થાનિક ભાજપથી લઇ દિલ્હી મોવડીમંડળ સુધી પડયા છે. ખાસ કરીને પાટીદારોને કરોડો
રૂપિયામાં ખરીદી લેવાની ચાલ પણ ઉંધી વળતા સમગ્ર મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો છે
અને ભાજપ બેકફુટ પર આવી ગયું છે. હવે ઉપરથી ભાજપને ગુજરાતમાં ડેમેજ કંટ્રોલની કવાયત હાથ
ધરવાનો વારો આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જાતે હવે આખી વ્યૂહરચના ઘડી ડેમેજ
કંટ્રોલની કવાયત હાથ ધરે તેવી શકયતા સેવાઇ રહી છે. ઓબીસી નેતા અને ઠાકોર સેનાના અધ્યક્ષ
અલ્પેશ ઠાકોરે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જાડાવાની જાહેરાત કરી ભાજપને એક ઝટકો તો આપી દીધો
પરંતુ ભાજપનું બ્લડપ્રેશર ત્યારે વધી ગયું કે, જયારે અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાં જાડાવાના કાર્યક્રમમાં
ગાંધીનગરના રામલીલા મેદાન ખાતે ગુજરાતભરના ખૂણેખૂણેથી લાખોની સંખ્યામાં ઠાકોર અને ઓબીસી
સમાજના લોકો કિડિયારાની જેમ ઉભરાયા. અલ્પેશ ઠાકોરના વિરાટ પ્રદર્શનની નેતા છેક દિલ્હી સુધી
રાષ્ટ્રીય કક્ષાએ લેવાઇ. જેને લઇ ખુદ કોંગ્રેસ પક્ષ પણ અલ્પેશ ઠાકોરના શકિત પ્રદર્શનથી ખુશ થઇ ગયું
છે. જેથી હવે કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને પક્ષમાં મહત્વનો હોદ્દો અને સ્થાન ફાળવાય તેવી શકયતા
પ્રવર્તી રહી છે. એટલું જ નહી, આગામી ગુજરાત વિધાનસભાનીચૂંટણીમાં પણ અલ્પેશ ઠાકોર અને ઠાકોર
સમાજના અન્ય તેના પ્રતિનિધિઓને દસથી પંદર બેઠકો કોંગ્રેસ દ્વારા ફાળવાય તેવી પણ પૂરી શકયતા
છે. એકબાજુ, અલ્પેશ ઠાકોરના શકિત પ્રદર્શને ભાજપની ચિંતા વધારી દીધી તો, બીજીબાજુ, પાટીદારોને
કરોડો રૂપિયામાં ખરીદવાની ભાજપની ચાલ ઉંધી વળી જતાં અને જેને ખરીદવાનો પ્રયાસ કરાયો હતો તે
પાટીદાર કન્વીનરોએ મીડિયા સમક્ષ ભાજપના કાળા કરતૂતોનો પર્દાફાશ કરી દેતાં ભાજપની ઇમેજને બહુ
મોટો ધબ્બો લાગ્યો છે, જેને લઇ રાષ્ટ્રીય કક્ષાએ ભાજપની છબી ખરડાઇ છે. પાટીદારોને ખરીદવાના
કાંડનો મામલો છેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો હતો અને દિલ્હી હાઇકમાન્ડ પણ પક્ષના
સ્થાનિક નેતાઓની આવી મૂર્ખામીભરી રાજનીતિથી ખફા થયા હતા. જેને પગલે હવે ભાજપને તાકીદના
ધોરણે રાજયમાં ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવા સૂચના અપાઇ છે. ેજેથી હવે આ ડેમેજ કંટ્રોલની
કવાયત ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા હાથ ધરાય તેવી પણ શકયતા સેવાઇ રહી છે.
જા કે, એક પછી એક ભાજપની ઉંધી વળી રહેલી ચાલ અને બીજીબાજુ, ગુજરાતમાં કોંગ્રેસ તરફથી ઉભા
થયેલા વાતાવરણને લઇ ભાજપની છાવણીમાં હાલ ચિંતા, મથામણ અને બેઠકોનો દોર વધી ગયા છે તો
બીજીબાજુ, કોંગ્રેસમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાયેલો જાવા મળી રહ્યો છે. કારણ કે, કોંગ્રેસને
તો કંઇ કર્યા વગર ભાજપના દાવ ઉંધા પડતાં બગાસુ ખાતાં મોંમાં પતાસુ પડયા જેવી મજા પડી છે