Main Menu

ઉમેદવારોના નામો ફાઇનલ કરી દેવાની કવાયત

ચૂંટણીલક્ષી મુદ્દા માટે ગુજરાત કોંગ્રેસી નેતાઓ દિલ્હી પહોંચ્યા

સ્ક્રીનીંગ-પ્રદેશ ઇલેકશન કમીટી ચર્ચા કરીને નામો નક્કી કરશે તેમજ પછી કેન્દ્રીય ચૂંટણી સમિતિને
ફોરવર્ડ કરશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફુંકાયા હોઇ અને કોંગ્રેસ
તરફથી લોકજુવાળી ફરીથી ઉભો થતો જાઇ સ્થાનિક નેતાઓથી લઇ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓમાં પણ આ
વખતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે સારા પરિણામોની આશા જન્મી છે ત્યારે ઉમેદવારોની
પસંદગી સહિતના ચૂંટણીલક્ષી મહત્વના મુદ્દાઓની ચર્ચા વિચારણા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓ આજે
ફરી એકવાર દિલ્હી પહોંચ્યા છે. સ્ક્રીનીંગ કમીટી અને પ્રદેશ ઇલેકશન કમીટી ભેગા મળી ઉમેદવારોના
નામો પર ચર્ચા વિચારણા કરી આખરી ઓપ આપશે અને નામોની યાદી અંતિમ મંજૂરી માટે કેન્દ્રીય
ચૂંટણી સમિતિને મોકલી આપશે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સાથેની ચર્ચામાં ગુજરાતની વિધાનસભા
ચૂંટણીની રણનીતિ પણ નક્કી કરવામાં આવશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની
પસંદગી અને નામો નક્કી કરવાનો મામલો દિવાળી બાદ ટળ્યો હતો, હવે દિવાળી પૂર્ણ થઇ કે, કોંગ્રેસના
રાષ્ટ્રીય નેતાઓ અને ખાસ કરીને સ્ક્રીનીંગ કમીટીના પદાધિકારીઓએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી
બોલાવી ઉમેદવારો પસંદગી સહિતના મુદ્દા પર ચૂંટણીલક્ષી મહત્વની કવાયત હાથ ધરી છે. દિલ્હીથી તેડું
આવતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના સ્થાનિક નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા અને
સ્ક્રીનીંગ કમીટીના પદાધિકારીઓ સાથે ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પર ઉમેદવારોના નામોની
પસંદગી મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. બેઠકમાં ગુજરાતની વર્તમાન રાજકીય Âસ્થતિ,
લોકજુવાળ, જાતિવાદના સમીકરણો અને પાટીદાર-દલિત ફેકટર તેમ જ તાજેતરમાં જ કોંગ્રેસમાં
જાડાયેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરની સેનાને કેટલી ટિકિટો કયા ક્ષેત્ર માટે આપવી સહિતના મુદ્દાઓ
પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. સ્ક્રીનીંગ કમીટીના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ સહિતના
પદાધિકારીઓ સાથે ગુજરાત કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત,
મોહનસિંહ રાઠવા, શૈલેષ પરમાર સહિતના સ્થાનિક નેતાઓએ બેઠક યોજી હતી. સ્ક્રીનીંગ કમીટીના
પદાધિકારીઓ અને પ્રદેશ ઇલેકશન કમીટીના હોદ્દેદારો ભેગા મળી ઉમેદવારોના નામોને આખરી ઓપ
આપી તે યાદી કેન્દ્રીય ચૂંટણી સમિતિને આખરી મંજૂરીની મ્હોર માટે મોકલી આપે તેવી શકયતા છે.