Main Menu

કોંગ્રેસ તરફી ઉભેલા વાતાવરણથી ભાજપ ભયભીત

ગહેલોતે ભાજપ પર રાહુલની જાસૂસી કરવા આરોપ લગાવ્યા

ભાજપ સત્તાનો જારે કેન્દ્રીય એજન્સીઓનો દૂરપયોગ કરી રહી છે : ગેહલોતના રાહુલની સુરક્ષાને લઇ
નવા સવાલા

સોમવારે શહેરની હોટલ તાજમાં રાહુલ ગાંધી રોકાયા હતા અને એ સમય દરમ્યાન પાટીદાર નેતા હાર્દિક
પટેલ પણ આ હોટલમાં પહોંચ્યા હતા તે વખતના સીસીટીવી ફુટેજ લીક થવાના મામલામાં આજે
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે ભાજપ પર રાહુલ ગાંધીની જાસૂસી કરવાનો ગંભીર આરોપ
લગાવ્યો હતો. ગેહલોતે રાહુલ ગાંધીની સુરક્ષાને લઇ ભાજપ સામે સવાલો ઉઠાવતાં જણાવ્યું હતું કે,
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ રાજયમાં કોંગ્રેસ તરફી ઉભા થયેલા વાતાવરણ જાઇને ભાજપ ડરી
ગઇ છે અને તેથી ભાજપ રાહુલ ગાંધી કોને મળે છે અને શું કરે છે તેની જાસૂસી કરાવી રહ્યું છે. ભાજપ
ગમે તે કરે પરંતુ આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાની છે. ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે,
હોટલના સીસીટીવી ફુટેજ લીક થયા કેવી રીતે અને મીડિયામાં તેમ જ તે સાર્વજનિક થયા કેવી રીતે?
હાર્દિક પટેલ મને મળ્યા કે રાહુલ ગાંધીને મળ્યા કે નથી મળ્યા તે ભાજપનો વિષય જ નથી અને તેનાથી
ભાજપને શું મતલબ? વળી, લોકતંત્રમાં કોઇ પણ કોઇને મળી શકે છે. રાહુલ ગાંધી કોને મળે છે કે કોને
નથી મળતા તેનાથી ભાજપને શું મતલબ હોય. પરંતુ વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં કોંગ્રેસ
તરફથી ઉભા થયેલા વાતાવરણને જાઇને ભાજપ ડરી ગઇ છે અને તેથી કેન્દ્રીય એજન્સીઓનો સત્તાના
જારે દૂરપયોગ કરી રાહુલ ગાંધીની જાસૂસી કરાવી રહી છે પરંતુ આ ગંભીર બાબત છે. આ બાબત જાતાં
રાહુલ ગાંધીની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થાય છે. તેમણે ઉમેર્યું કે, મને સમજાતું નથી કે, આ પ્રકારે
રાહુલ ગાંધીની જાસૂસી કરાવવાનો કે આ પ્રકારે સત્તાનો દૂરપયોગ કરવાનો અર્થ શું ? ભાજપ ગમે તેટલા
પ્રયાસો કરશે તોય આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની જ સરકાર બનવાની છે, તેમાં કોઇ શંકા નથી.