Main Menu

ગુજરાત ચૂંટણી : બે તબક્કામાં મતદાન, 9 અને 14મી ડીસેમ્બરે મતદાન

સૌરાષ્ટ્ર અને દક્ષિણ પ્રથમ તબ્બકામાં યોજાશે મતદાન
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનું બીજા તબ્બકામાં યોજાશે મતદાન

ગુજરાત વિધાનસભાની રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ મહિનાઓ પહેલા આરંભી દેવાઈ હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની તારીખ ચૂંટણી પંચ જાહેર કરતું ન હતું. ચૂંટણી જાહેર ન કરવા પાછળના કારણોમાં પાટણ-બનાસકાંઠાની પૂરરાહત કામગીરી અને ગુજરાતીઓની દિવાળી ઉજવણી જેવા આપ્યા હતા. તે દરમિયાન આજે કેન્દ્રીય ચૂંટણી પંચ સવારે સત્તાવાર રીતે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. બપોરે 1 વાગ્યે મુખ્ય ચૂંટણી કમિશનર એ કે જોતીએ પત્રકાર પરિષદને જાહેરાત કરી રહ્યા છે.

બે તબક્કામાં યોજાશે મતદાન
9 અને 14 ડીસેમ્બરે મતદાન
89 સીટ પર પહેલા તબક્કામાં
93 સીટ પર બીજાના તબક્કામાં
18 ડીસેમ્બર હિમાચલ પ્રદેશ સાથે જ પરિણામ