Main Menu

છેલ્લી પાંચ ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે

ગુજરાત : ૨૦૧૨માં ભાજપે ૧૧૬ બેઠકો જીતી લીધી હતી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. ગુજરાતમાં બે તબક્કામાં નવ અને ૧૪મી ડિસેમ્બરે મતદાન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્ય ગુજરાતમાં આ વખતની ચૂંટણી ખુબ જ હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ પુરવાર થનાર છે. શાસનવિરોધી પરિબળો, પાટીદારોની નારાજગી, અન્ય જુદા જુદા સમુદાયની નારાજગી અને અન્ય શ્રેણીબદ્ધ પરિબળોના પરિણામ સ્વરુપે હાલત ખુબ જ કફોડી બનેલી છે. આવી સ્થતિમાં પ્રતિષ્ઠા સમાન ચૂંટણી પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ગુજરાતમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણી ૨૦૧૨માં યોજાઈ હતી જેમાં ભાજપે ૧૧૬ બેઠકો જીતવામાં સફળતા મેળવી હતી. ૨૦૧૨માં ૧૮૨ બેઠકો માટે ચૂંટણી યોજાયા બાદ અભૂતપૂર્વ સફળતા ભાજપને મળી હતી. જ્યારે કોંગ્રેસને ૬૦ બેઠકો મળી હતી.
ભાજપને ૪૭.૯૦ ટકા મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને ૩૮.૯૦ ટકા મત મળ્યા હતા. પ્રથમ તબક્કામાં ૧૩મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે મતદાન યોજાયું હતું જેમાં રેકોર્ડ બ્રેકિંગ ૭૦.૭૫ ટકા મતદાન થયું હતું. શરૂઆતના ત્રણ કલાકમાં મતદાનની ટકાવારી ૧૮ ટકા હતી પરંતુ એક વાગ્યા સુધી આ વધીને ૩૮ ટકા થઇ હતી. આ આંકડો ૩ વાગ્યા સુધી વધીને ૫૩ ટકા થયો હતો જ્યારે અંતે ૭૦.૭૫ ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં પણ ઉલ્લેખનીયરીતે મતદાન થયું હતું. એકંદરે બંને તબક્કામાં ઉલ્લેખનીય મતદાન થયું હતું. બીજા તબક્કામાં ૭૦.૭૫ ટકા મતદાન થયું હતું. અમદાવાદમાં ૭૦.૧૦ ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાતમાં આ વખતની ચૂંટણી અલગરીતે સાબિત થનાર છે. ૪ કરોડ ૩૦ લાખ મતદારો આ વખતે વોટ કરી શકશે. વોટિંગની સાથે સાથે પરચીઓ પણ આપવામાં આવનાર છે. વીવીપેટને લઇને ઘણી ઉત્સુકતા પ્રવર્તી રહી છે. વીવીપેટ એટલે વેરીફાઇબલ પેપર ઓડિટ ટ્રેલ છે જે હેઠળ મતદાન કર્યા બાદ કાગળની પર્ચી પણ બનશે જેના ઉપર જે ઉમેદવારને મત આપવામાં આવશે તેનો ઉલ્લેખ અને ચૂંટણી પ્રતિક રહેશે. આ વ્યવસ્થા કોઇ વિવાદ ન થયા તેના હેતુસર રાખવામાં આવી છે. ઈવીએમમાં લાગવામાં આવેલા કાચના એક સ્ક્રીન પર આ પરચી સાત સેકન્ડ સુધી જાઈ શકાશે.