Main Menu

જેમ ગાંધી-સરદારે બ્રિટિશરોને ભગાડ્યા તેમ ભાજપ્ના મૂળીયા ઉખેડી નાખો: રાહુલ આકરા પાણીએ

કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં ગુજરાતના ગામડાઓમાં ફરતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આદિવાસી પ્રભૂત્વ ધરાવતા વલસાડ જિલ્લામાં એક કાર્યક્રમમાં આશા વર્કર મહિલાઓને સંબોધિત કરી હતી. રાહુલે કહ્યું કે, જેમ ગાંધીજી અને સરદારે અંગ્રેજોને આ દેશમાંથી બહાર હાંકી કાઢ્યા હતા તેમ ભાજપ્ને ગુજરાતમાંથી બહાર ફેંકી દો. ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધી બુધવારે રાતે તેમના મતક્ષેત્ર રાયબરેલીમાં આવેલ એનટીપીસી કંપ્નીમાં લાગેલ આગના કારણે મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને મળવા દોડી ગયા હતા. જોકે ત્યાંથી ગુજરાત આવી વલસાડના નાનાપોંઢા ગામે ખૂબ મોટી સભાને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીને પોતાના ભાષણની શરુઆત ગુજરાતીમાં કેમ છો બોલીને કરી હતી. તેમણે કહ્યું કે આજે ગુજરાતની 6 કરોડ જનતા પાસે મોકો છે કે 22 વર્ષના ભાજપ્ના શાસનનો અંત લાવે. રાહુલે પોતાના ભાષણમાં આગામી ચૂંટણીને મહાભારતનું ઉદાહરણ આપી સત્ય અને અસત્યની લડાઈ સાથે સરખાવી હતી. તેમણે કહ્યું કે ગુજરાતનું સત્ય એ નથી કે જે ભાજપ સરકાર પ્રચાર કરી રહી છે. ખરુ સત્ય તો એ છે કે લાખો યુવાનો બેરોજગાર છે. હજારો આદિવાસીઓ ભૂખના કારણે મરણ પામી રહ્યા છે. પાટીદારો અને દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે. આરોગ્યની પૂરતી સેવાઓ નથી. તેમણે કહ્યું કે, મહાભારતમાં દુર્યોધન અને અર્જુન ભગવાન કૃષ્ણ પાસે ગયા હતા ત્યારે કૃષ્ણે દુર્યોધનને કહ્યું હતું કે પાંડવોને વધુ નહીં તો પાંચ ગામ આપી દો. પરંતુ તેણે કંઈ દેવાની ના પાડી હતી અને યુદ્ધની વાત કરી હતી. આ રીતે આપણી પાસે પણ કંઈ જ નથી સીવાય કે સત્ય. જ્યારે મોદી પાસે સરકારી તંત્ર છે, પોલીસ છે. પરંતુ વિજય અંતે સત્યનો જ થશે.