Main Menu

તમિળનાડુમાં ૮૦થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા

શશીકલાને ફટકો : ૧૮૭ સ્થળો પર વ્યાપક દરોડાથી સનસનાટી

ઇન્કમટેક્સની જુદી જુદી ટુકડી દ્વારા શશીકલાના અંકુશવાળી જયા ટીવીની ઓફિસ, પરિવારના સભ્યો, સમર્થકો અને જયલલિતાના એસ્ટેટ પર દરોડા

તમિળનાડુમાં ઇન્કમ ટેક્સ વિભાગની કેટલીક ટીમોએ આજે એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો હતો. અન્નાદ્રમુકના નેતા શશીકલાના નિયંત્રણવાળા જયા ટીવીની ઓફિસ ઉપરાત, તેમના પરિવારના સભ્યો, સમર્થકો તેમજ પૂર્વ મુખ્યપ્રધાન જે જયલલિતાના કોદાંદ એસ્ટેટ સહિત રાજ્યભરમાં ૮૦ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. એમ કહેવામાં આવ્યુ છે કે આ દરોડા દેશવ્યાપી પાડવામાં આવ્યા છે.જેલમાં રહેલા શશીકલા અને તેમના સાથીઓની સાથે જાડાયેલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આઇટીના અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ હતુ કે અન્નાદ્રમુકના નેતા ટીટીવી દિનાકરણ , શશીકલાના ભાઇ દિવાકરણના કોટ્ટાઇ આવાસ અને તેમના સમર્થકોના આવાસ તેમજ અન્ય પ્રાંગણો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આઇટીના અધિકારીઓએ શશીકલાના ભત્રીજા વિવેક જયરામનના નિવાસસ્થાને પણ તપાસ કરી હતી. જયરામન હાલમાં જયા ટીવી અને જાજ સિને ટીવીની જવાબદારી સંભાળે છે. ઇન્કમ ટેક્સના અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ છે કે કેટલીક નક્કર માહિતી પહેલા મેળવી લેવામાં આવી હતી. કુલ ૧૮૭ સ્થળો પર ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમ દરોડા પાડતા તમિળનાડુની રાજનિતીમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તપાસના ભાગરૂપે શેલ કંપનીઓ અને શંકાસ્પદ રોકાણ સામેલ છે. શશીકલા હાલમાં જેલમાં છે. ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓની ટીમ સવારે છ વાગેથી જ ઇક્કટથુથંગલ Âસ્થત ટીવી ચેનલની ઓફિસમાં પહોંચી ગઇ હતી. ત્યારબાદ દસ્તાવેજમાં ઉંડી તપાસ કરવામાં આવી હતી. ડિપોર્ટમેન્ટના અધિકારઓએ માહિત આપતા કહ્યુ હતુ કે ટેક્સ છુપાવવા માટેની બાતમી મળ્યા બાદ આ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હત. તેમણે કહ્યુ હતુ કે ટેક્સ છુપાવવા માટેની માહિતીના અહેવાલને અમે સમર્થન આપ રહ્યા છીએ. ટીવી ચેનલ અને તેના વરિષ્ઠ અધિકારીઓની ગતિવિધી પર નજર રાખી રહ્યા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે જયા ટીવી ચેનલની શરૂઆત તમિળનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જે જયલલિતા દ્વારા કરવામાં આવી હતી. હાલમાં તેના પર જેલમાં રહેલા અન્નાદ્રમુકના નેતા વીકે શશીકલાના પરિવારના સભ્યોનુ નિયંત્રણ છે. શશીકલાના ભત્રીજા વિવેક જયરામન આ ચેનલને હાલમાં સંભાળી રહ્યા છે. આ ચેનલે મુખ્યપ્રધાન પનની સ્વામી અને પૂર્વ મુખ્યપ્રધાન ઓ પન્નીરસેલવમના જુથ એક થઇ ગયા બાદ અન્નાદ્રમુક જુથની વ્યાપક ટિકા કરીને જારદાર ચર્ચા જગાવી હતી. ત્યારાદ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમે શશીકલાના પરિવારના સ્વામિત્વ વાળા શહેના વિવેક રેસિડેન્સ અને જાજ સિનેમા પર પણ વ્યાપક તપાસ કરીછે. આ તપાસ એવા સમય પર કરવામાં આવી રહી છે જ્યારે તમિળનાડુમાં રાજકીય ઘટનાક્રમનો દોર જારી રહ્યો છે. આજના દરોડાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. તમિળનાડુમાં રાજકીય વર્તુળોમાં પણ આજે દરોડાને લઇને ચર્ચા રહી હતી.અન્નાદ્રમુકના પ્રતિકને લઇને કેસ હાલમાં ચૂંટણી પંચમાં પેન્ડિંગ છે ત્યારે આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શશીકલાએ પ્રતિકને લઇને પોતાની રજૂઆત કરી છે. દરોડાની કાર્યવાહી વેળા ટેલિવીઝન ચેનલની ઓફિસની આસપાસ મજબુત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. કેટલાક ટિકાકારો એમ પણ કહી રહ્યા છે કે તેમના હરિફની જેમ ભાજપની સામે લડત ચલાવનાર ટીટીવી દિનાકરણને ટાર્ગેટ બનાવીને દરોડા પાડવામાં આવ્યા હતા.