Main Menu

જીએસટીની હાલત જેટલીએ ખરાબ કરી છે

જેટલીને નાણાપ્રધાન તરીકે દૂર કરવા સિંહાની માંગણી

પ્રાઇવેટ સેક્ટરમાં અનામત માટે બિલને વિધાનસભામાં પસાર કરવા નીતિશ કુમારને પણ યશવંતસિંહાનો પડકાર

ભાજપના વરિષ્ઠ નેતા યશવંતસિંહાએ આજે ફરી એકવાર નાણા મંત્રી અરુણ જેટલી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જેટલીએ ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને અમલી કરતી વેળા દિમાગનો ઉપયોગ કર્યો ન હતો જેથી વડાપ્રધાને જેટલીને તેમના હોદ્દાથી દૂર કરવા જાઇએ. વાજપેયી સરકારમાં નાણામંત્રી રહી ચુકેલા યશવંતસિંહાએ જેટલીના રાજીનામાની માંગ કરી હતી. થોડાક દિવસ પહેલા અર્થવ્યવસ્થાની Âસ્થતિ ખરાબ હોવાની વાત કરીને મોદી-જેટલીની નીતિઓની યશવંતસિંહાએ ટિકા કરી હતી. યશવંતસિંહાએ શાસક પક્ષ જેડીયુના અસંતુષ્ટ નેતા ઉદય નારાયણ ચૌધરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં વાત કરતા કહ્યું હતું કે, જેટલીએ તમામ બાબતો તરફ ધ્યાન આપ્યું ન હતું. બીજી બાજુ જેટલીએ હાલમાં જ કહ્યું હતું કે, ૮૦ વર્ષની વયમાં નોકરીની શોધમાં યશવંતસિંહા ફરી રહ્યા છે. યશવંતસિંહાએ કહ્યું હતું કે, જે લોકો એમ કહી રહ્યા છે કે, તેઓ ૮૦ વર્ષની વયમાં નોકરી શોધી રહ્યા છે. આવા લોકોને તેઓ કહેવા માંગ ેછે કે, તેઓએ ક્યારે પણ સંસદમાં બેસીને બજેટ રજૂ કર્યું નથી. અત્રે નોંધનીય છે કે, પીઠમાં દુખાવાના પરિણામ સ્વરુપે જેટલી બજેટ ભાષણવેળા બેસી ગયા હતા. યશવંતસિંહાએ કહ્યં હતું કે, કાળા નાણાનો અંત આવી રહ્યો છે તેવા કોઇ સંકેત દેખાઈ રહ્યા નથી. લોકો કહે છે કે, જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજીના બનાવમાં ઘટાડો થયો છે પરંતુ આવી સિદ્ધિના દાવા કરવા જાઇએ નહીં. જીએસટીને લાગૂ કરવામાં ઉતાવળનો ઉલ્લેખ કરતા સિંહાએ કહ્યું હતું કે, વર્તમાન નાણામંત્રીએ પુરતું ધ્યાન આપ્યું ન હતું. જા ધ્યાન આપ્યું હોત તો કરવેરાના માળખામાં વહેલીતકે ફરેફારો કરવાની ફરજ પડી ન હોત. આનો મતલબ એ છે કે, વ્યવસ્થા યોગ્યરીતે કામ કરી રહી નથી. જેટલીએ જીએસટીની હાલત જેટલીના કારણે ખરાબ થઇ ગઇ છે. આમા મોટા ફેરફાર કરવાની જરૂર છે જેથી નાણામંત્રી પણ બદલવાની જરૂર છે. સિંહાએ મોદીને સૂચન કર્યું છે કે, પૂર્વ નાણા સચિવ વિજય કેલકરના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવે જે જીએસટીને અસરકારક બનાવવા તરફ ધ્યાન આપે. આઉટસોર્સ જાબમાં અનામતને લઇને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પણ સિંહાએ ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, નિયમ ૧૯૯૩થી અમલી છે. રાજ્ય સરકારે આ મામલામાં કોઇ નવું કામ કર્યું નથી. યશવંતસિંહાએ નીતિશકુમારને પડકાર ફેંકતા કહ્યું હતું કે, પ્રાઇવેટ સેક્ટરમાં અનામત માટે બિલને વિધાનસભામાં રજૂ કરવામાં આવે અને તેને પાસ કરવામાં આવે. પાસ કરીને કેન્દ્ર સરકાર પાસે આ બિલને મોકલી દેવાની જરૂરિયાત ઉપર તેઓએ ભાર મુક્યો હતો. યશવંતસિંહાએ કહ્યું હતું કે, જેટલી જીએસટીને લઇને યોગ્યરીતે આગળ વધી રહ્યા નથી.