Main Menu

એબીપી ન્યું-લોકનીતિના ઓપિનિયન પોલનો મત…ગુજરાતમાં મત ટકાવારીમાં ઘટાડો છતાયં ભાજપ જીતશે

કોંગ્રેસની લોકપ્રિયતા ઝડપથી વધી હોવા છતાંય કોંગ્રેસને ૬૪ જેટલી બેઠકોથી સંતોષ માનવાની ફરજ પડી શકે છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વધુ એક ઓપિનિયન પોલના તારણ જારી કરવામાં આવ્યા છે. આ તારણ પણ ભાજપ ંમાટે રાહતના સમાચાર લઇને આવ્યા છે. એબીપી ન્યુઝ-લોકનીતિ-સીએસડીએસના ઓપિનિયન પોલમાં કહેવામાં આવ્યુ છે કે ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં ભાજપની જીત થઇ શકે છે. જા કે આંકડા એવો પણ ઇશારો કરે છે કે રાજ્યમાં ભાજપની લોકપ્રિયતામાં જારદાર ઘટાડો થયો છે. બીજી બાજુ કોંગ્રેસની લોકપ્રિયતામાં વધારો થયો છે. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે હાર્દિક પટેલ ફેક્ટરની ભૂમિકા પણ નજરે પડનાર છે. હાર્દિક પટેલ પરિબળ જારદાર રીતે કામ કરનાર છે. પટેલ મત પૈકી મોટા હિસ્સાના મત કોંગ્રેસની સાથે જઇ શકે છે. ગુરૂવારના દિવસે એબીપી ન્યુઝ ચેનલ તરફથી જારી કરવામાં આવેલા ઓપિનિયન પોલના આંકડા મુજબ ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં ૧૧૩-૧૨૧ સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને માત્ર ૫૮-૬૪ સીટ મળી શકે છે. આ જ એજન્સી દ્વારા ઓગષ્ટ મહિનામાં કરવામાં આવેલા સર્વેની તુલનામાં ભાજપનેહવે મોટુ નુકસાન થઇ રહ્યુ છે. ઓગષ્ટ પોલમાં ભાજપને ૧૪૪થી ૧૫૨ સીટ મળવાની વાત કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસને ૨૬-૩૨ સીટ આપવાની વાત કરવામાં આવી હતી. એબીપી ન્યુજ-લોકનિતીના ઓપિનિયન પોલમાં ભાજપને ૪૭ ટકા અને કોંગ્રેસને ૪૧ ટકા મત મળી શકે છે.
બન્ને પાર્ટી વચ્ચે મત અંતર માત્ર છ ટકાની આસપાસ રહી શકે છે. જા કે સીટોના મામલે ભાજપ ખુબ આગળ છે. કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં ભાજપ કરતા આગળ છે. સોરાષ્ટ્રમાં બરોબરની ટક્કર દેખાઇ રહી છે. જાણકાર લોકો માને છે કે જા કોંગ્રેસની લીડ જારી રહે છે તો ચૂંટણી આવતા આવતા સ્થતી વધારે નજીકની રહી શકે છે.દક્ષિણ ગુજરાત, સોરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતમાં જારદાર સ્પર્ધા થવાની શક્યતા છે. સર્વેના તારણ ઇશારો કરે છે કે ભાજપની સામે આ વખતે પાટીદારો મોટી સંખ્યામાં વિરુદ્ધમાં મતદાન કરી શકે છે. જે ભાજપને નુકસાન કરી શકે છે.