Main Menu

શરૂ થશે હેલિકોપ્ટર ફેરી સર્વિસ : પાલિતાણાના યાત્રાળુ ઉડીને પહોંચશે જૂનાગઢ,

ભાવનગર સહિત ગુજરાતના યાત્રાળુઓની યાત્રા હવે માત્ર સરળ જ નહીં, રોમાંચક બનશે. આગામી થોડા જ સમયમાં પાલીતાણાની યાત્રાએ ગયેલો યાત્રી જૂનાગઢ જવા માગતો હશે તો એને બસ કે રેલમાર્ગની ઓશિયાળી ભોગવવી ફરજીયાત નહીં હોય. પૈસા તો થશે, પણ એ એક રીક્ષા મેળવવા જેટલી જ સહજતાથી હેલીકોપ્ટર મેળવી શકશે અને હવાઇમાર્ગે જૂનાગઢ જઇ શકશે. રાજ્યના યાત્રાધામોને એર કનેક્ટીવીટીથી જોડવાની. સરકારે વાઇબ્રંટ ગુજરાત અંતર્ગત યાત્રાધામોને ખરા અર્થમાં વાઇબ્રન્ટ બનાવવા માટે રૂ.550 કરોડના એમઓયુ કર્યાં છે અને અને તે અંતર્ગત રાજ્યભરના મુખ્ય યાત્રાધામોને એક બીજા સાથે જોડવા હેલીકોપ્ટર ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે. ભાવનગરીઓ માટે મહત્વની વાત એ છે કે આ યોજનાના પ્રથમ તબક્કામાં જ પાલીતાણાને જૂનાગઢ અને તારંગા તથા કુંભારીયા-અંબાજી  સાથે જોડવામાં આવશે. અને પછીના તબક્કે આ બધાં જ સ્થળો સોમનાથ, દ્વારકા, સાપુતારા વગરે અનેક સ્થળો સાથે હવાઇ માર્ગે જોડાશે. યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવે વધુમાં જણાવ્યું કે આ અંગે એક કંપનીને કરારબદ્ધ કરવામાં આવી છે અને બહુ જ નજીકના સમયમાં આ પ્રોજેક્ટ મુર્તિમંત કરવામાં આવશે.