Main Menu

કોંગ્રેસીઓએ લાગાવ્યા જય સરદાર પાટીદારના નારા તો ભાજપ દ્વારા મોદી-મોદીનો સૂત્રોચ્ચાર….બન્ને પક્ષોનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ….પથ્થરમારાની અફવા વચ્ચે પોલીસ થઇ દોડતી

કચ્છ પ્રવાસ પુર્ણકરીને પરત જઇ રહેલા હાર્દિક પટેલનાં કાફલાનાં સમર્થન અને વિરોધના કારણે અંજારનાં ભીમાસર ગામે ઘર્ષણ થયું હતું.મધરાતે ૧૧-૩૦ વાગ્યે ભીમાસરનાં જાહેર માર્ગ ઉપર કોંગ્રેસના કાર્યકરોએ એકઠા થઇ ને જય સરદાર પાટીદારનાં નારા લગાવી હાર્દિક પટેલને આવકાર આપ્યો હતો.તો ભાજપનાં સમર્થક કાર્યકર્તાઓએ ‘મોદી મોદી’ ના નારા લગાવ્યા હતાં. દરમ્યાન બન્ને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે શાબ્દીક ટપાટપી અને સુત્રોચ્ચારને પગલે મામલો તંગ બન્યો હતો. એ વચ્ચે હાર્ર્દિક પટેલના કાફલાની સાથે રહેનાર એક કારનો કાચ પથ્થર વાગતા તૂટી ગયો હતો. ઘર્ષણ અને દેકારા વચ્ચે પથ્થર મારાની વાત ઉડી હતી.જો કે, હાર્દિકનો કચ્છ પ્રવાસને પગલે એલર્ટ રહેલ પોલીસે બાજી સંભાળીને મામલાને  કાબુમાં લીધો હતો. પોલીસે પથ્થરમારાની ઘટનાને રદીયો આપીને પરિસ્થિતિ કાબુમાં હોવાનું જણાવ્યું છે.