Main Menu

ભાવનગર : ભીડભંજન મહાદેવ મંદિર પાસે આવેલા એક ગેરેજમાં આગ…આગના કારણે રીક્ષા,બાઇક સહિત સામાન બળી ને ખાખ…ફાયર સ્ટાફએ આગને લીધી કાબુમાં

શહેરના ભીડભંજન મહાદેવ મંદિર પાસે આવેલી ગેરેજની લાકડાની કેબીનમાં મોડી રાત્રે એકોઅક આગ ભભુકી ઉઠી હતી આગની લપેટમાં ગેરેજ પાસે પડેલી આેટો રીક્ષાને પણ લપેટમાં લીધી હતી આ આગની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ આગને પાણી છાંટી આેલવી નાખી હતી આગમાં રીક્ષા અને કેબીન સંપુર્ણ સળગી ગયા હતા. આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ભીડભંજન મહાદેવ મંદિર પાસે અજયભાઇ વી.મકવાના ગેરેજના કેબીનમાં ગત મોડી રાત્રીના સાડા અગીયાર વાગે એકાએક આગ લાગી હતી. ગેરેજની કેબીનમાં લાગેલી આગે ગેરેજ પાસે પાર્ક કરેલી જયેશભાઇ પી.બારડની આેટો રીક્ષાને પણ લપેટમાં લીધી હતી અને કેબીન અને રીક્ષા સળગી ઉઠ્યા હતા. આ આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બિ્રગેડ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને રીક્ષા અને કેબીનને પાણી છાંટી આેલવી નાખી હતી આગમાં લાકડાની કેબીન તથા રીક્ષા સંપુર્ણ રીતે સળગી ઉઠી હતી. ભીડભંજન મહાદેવ મંદિર પાસે ગેરેજની કેબીન અને આેટો રીક્ષામાં લાગેલી આગનું કારણ અને નુકશાન જાણવા મળેલ નથી.