Main Menu

હરિધામ સોખડાના કોઠારી સ્વામી અને વરિષ્ઠ સંત પુરૂષોત્તમ ચરણદાસ બ્રહ્મલીન થયા….સત્સંગીઓ શોકમાં ગરકાવ

વડોદરાઃ હરીધામ સોખડા ગામ સ્થિત યોગી ડીવાઇન સોસાયટી સ્વામીનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત પુરૂષોત્તમ ચરણદાસ (કોઠારી સ્વામી)નું આજે વહેલી સવારે 79 વર્ષે અક્ષરનિવાસી થયા છે. કોઠારી સ્વામીના બ્રહ્મલીન થયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં હરીભક્તો સોખડા ખાતે પહોંચ્યા હતા. આજે સાંજે 4 કલાકે હરીધામ ખાતે અંત્યેષ્ઠી થશે.

1961માં યોગી મહારાજે 51 સંતોને દીક્ષા આપી હતી. જેમાં એક પુરૂષોત્તમ ચરણદાસ સ્વામી હતા. પુરૂષોત્તમ ચરણદાસ સ્વામીનો જન્મ સૌરાષ્ટ્રના માણાવદર ગામમાં થયો હતો. બાળપણથી જ તેઓને આદ્યાત્મિકતાની લગન લાગી હતી. અને 1961માં તેમણે યોગી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. યોગી ડીવાઇન સોસાયટી સ્વામી નારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત અને કોઠારી સ્વામી હતા. અને હરીધામ સોખડાના સ્થાપક પૂ. હરીપ્રસાદ સ્વામીના કૃપાપાત્ર હતા. આ ઉપરાંત તેઓ સત્સંગીઓના ચૈતન્ય જનની તરીકે હતા.
કોઠારી સ્વામી છેલ્લા છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. આજે સવારે તેમને હરીધામ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. કોઠારી સ્વામી આજે સવારે અક્ષરનિવાસી થતાં હરીધામના સંતોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ સાથે સત્સંગીઓમાં પણ ગમગીની ફેલાઇ ગઇ હતી. કોઠારી સ્વામીના બ્રહ્મલીન થયાના સમાચાર મળતા જ સમગ્ર ગુજરાતમાંથી સંતો અને સત્સંગીઓ તેમના અંતિમ દર્શન માટે સોખડા ખાતે આવવાનું શરૂ કરી દીધું હતું.