Main Menu

છેલ્લા ત્રણ વર્ષથી ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણાને મળેલ સંયુક્ત બાતમી આધારે ભાવનગર જીલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં-૨૮/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૪૪૭,૩૭૯, વિ.મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી હસમુખ ઉર્ફે ખુશાલ વાલજીભાઇ વાઘેલા રહેવાસી હાલ-બરવાળા મુળ-પાલીતાણા જી. ભાવનગરવાળાને  સોનગઢ  બસ સ્ટેન્ડ ખાતેથી ઝડપી પાડી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા હેડકોન્સ. યોગેન્દ્રસિંહ એન. ગોહીલ તથા પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણા તથા રાજદીપસિંહ ગોહીલ તથા ડ્રાઇવર પો.કોન્સ. ભરતદાન ગઢવી જોડાયા હતા.