Main Menu

જાહેરમાં જુગાર રમતા કુલ-૭ ઇસમોને રોકડ રૂપિયા તથા જુગાર સાહીત્ય સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે ભાવનગર જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપવામાં આવેલ તે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીને મળેલ બાતમી આધારે ભાવનગર શહેરના ગુલીસ્તા મેદાન સામે આવેલ ઇવા કોમ્પલેક્ષના બીજા માળે ગેલેરીમાં જાહેરમાં ગંજીપાના નાં પત્તા તથા રોકડ રકમ વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ઇસમો (૧) ખુમાનસિંહ જયદેવસિંહ જાડેજા રહે. કાળીયાબીડ, ભાવનગર  (૩) તુષારભાઇ રસીકલાલ પરમાર રહે. શિહોર (૪) હિતેષભાઇ ચંદુગીરી ગોસ્વામી રહે. કાળીયાબીડ ભાવનગર (૫) અજયભાઇ ધીરજલાલ દફ્તરી રહે. કાળાનાળા ભાવનગર (૬) કેતન મનહરભાઇ વ્યાસ રહે. શિવાજી સર્કલ ભાવનગર (૭) હરેન્દ્રસિંહ ભુપતસિંહ ગોહિલ રહે. કાળીયાબીડ ભાવનગર વાળાઓને રોકડ રૂપિયા ૨૫,૦૮૦/- તથા મોબાઇલ ફોન નં-૬, કિ.રૂ. ૩૭,૦૦૦/- મળી કુલ કિ. રૂપિયા ૬૨,૦૮૦/- તથા જુગાર સાહીત્ય સાથે ઝડપી પાડી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા એ.એસ.આઇ. જી.પી.જાની તથા હેડકોન્સ. ઓમદેવસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા પ્રદિપસિંહ ગોહિલ તથા મહિપાલસિંહ ગોહીલ તથા લગ્ધીરસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રસિંહ ગોહીલ જોડાયા હતા