Main Menu

અમરેલી બાલભવન ખાતે કથ્થક વર્ગ ની પરીક્ષા યોજાઈ

બાલભવન અમરેલી દ્વારા સંચાલિત કથ્થક વર્ગ માં બૃહદ ગુજરાત સંગીત સમિતિ અમદાવાદ દ્વારા પ્રારંભિક થી લઈને ઉત્પાન વિશારદ સુધીની પરીક્ષા આજરોજ યોજાઈ હતી.કુલ આશરે ૧૦૦ જેટલી બહેનો એ વિવિધ પરીક્ષા આપી હતી.પરીક્ષક તરીકે સુરભીબેન શુકલા ઉપસ્થિત રહ્યા હતા.બાલભવન માં દર સોમ-મંગળવારે શ્રીમતી શિવાની વ્યાસ દ્વારા કથ્થક શીખવવામાં આવે છે.તબલા,સંગત મનોજ ઠાકરે આપી હતી.હાર્મોનિયમ સંગત મીરા વ્યાસે આપી હતી.તમામ બાળકો ને મુખ્ય ટ્રસ્ટી શ્રી જવાહરભાઈ મહેતા,ચેરમેન હેમેન્દ્રભાઈ મહેતા,ડાયરેક્ટર નીલેશભાઈ પાઠક,ડે.ડાયરેક્ટર દિનેશભાઈ ત્રિવેદી સંગીત વિભાગના પંકજભાઈ જોશીએ વ્યક્ત કરી છે.