Main Menu

નાઈટ પેટ્રોલિંગ દરમિયાન અલ્ટો કાર માંથી ઈંગ્લીશ દારુ પકડી પાડતી ધારી પોલીસ

મહે.પોલીસ અધિક્ષક જગદીશ પટેલ સાહેબ તથા વિભાગીય પોલીસ અધિકારી આર.એલ.માવાણી સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.પી.વી.જાડેજા સાહેબની સુચના મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગાર ની બદી સદંતર નાબુદ કરવા સુચના આપવામાં આવેલ હોય તે સબબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગાર ના કેસો શોધી કાઢવા માટે ગઈ તારીખ ૧૩.૧૧.૨૦૧૭ ના અમો પોલીસ સબ ઇન્સ એચ.એચ.સેગલીયા તથા હેડ કોન્સ.રણજીતભાઈ વાળા તથા હેડ કોન્સ.શક્તીસીહ ગોહિલ તથા પો.ઇન્સ.મહેશભાઈ રાઠોડ તથા મેહુલભાઈ બારોટ વિગેરે સ્ટાફના માણસો નાઈટ રાઉન્ડ માં પેટ્રોલિંગ માં હતા દરમિયાન ચંદ્રેશ જીલુભાઈ કોટીલા રહે.ગીગાસણ તા.ધારી વાળો પોતાના હવાલા વાળી અલ્ટો કાર નંબર જી.જે.૧૨ એ.ઈ.૩૭૩૬ માં ગેરકાયદેસર વગર પાસ પરમીટે પરપ્રાંત નો ઈંગ્લીશ દારુ બોટલ નંગ ૧૭ કી.રૂ.૬૪,૦૦ નો મુદામાલ રાખી હેરફેર કરી તથા કાર ની કી.રૂ.૭૫૦૦૦ ની સ્થળ ઉપર રાખી કુલ કી.રૂ.૮૧,૪૦૦ મુદામાલ રાખી રેઇડ દરમિયાન નાશી જઈ ગુન્હો કરેલ હોય તો મજકુર ઇસમ વિરુધ્ધ ગુન્હો રજી કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.