Main Menu

અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.પોલીસ

આગામી વિધાનસભા ચુંટણીને ઘ્યાને લઇ ભાવનગર જીલ્લામાં ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે ઝુંબેશ હાથ ધરેલ હોય જે અનુસંધાને આજરોજ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી ડી.ડી. પરમાર સાહેબના માર્ગદર્શન  હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા પ્રદિપસિંહ ગોહિલની  સંયુક્ત બાતમી આધારે ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી ભાવેશભાઇ કુરજીભાઇ વાઘેલા રહેવાસી અધેવાડા ગામ, તા.જી.ભાવનગર વાળાને ટોપથ્રી સર્કલ પાસેથી ઝડપી પાડી ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા એ.એસ.આઇ. જી.પી.જાની તથા હેડકોન્સ. ઓમદેવસિંહ વી. ગોહીલ પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા પ્રદિપસિંહ ગોહિલ તથા મહિપાલસિંહ ગોહીલ, તથા ડ્રાઇવર હેડકોન્સ. પદુભા ગોહીલ જોડાયા હતા.