Main Menu

ઉમેદવારીપત્ર ભરવાના પ્રથમ દિવસે અમરેલી જિલ્‍લાના વિધાનસભા મતવિભાગમાં એકપણ ઉમેદવારીપત્ર ભરાયું નહિ

ભારતના ચૂંટણીપંચ તરફથી જાહેર થયેલ કાર્યક્રમ મુજબ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત ડિસેમ્‍બર-૨૦૧૭માં યોજાનાર છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૭ અંતર્ગત અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રીએ ચૂંટણી અંગેની નોટીસ બહાર પાડી હતી, જે કાર્યક્રમ મુજબ તા.૧૪ થી તા.૨૧ નવે.-૨૦૧૭ સુધી ઉમેદવારો તરફથી સંબંધિત ચૂંટણી અધિકારી પાસે ઉમેદવારીપત્રો ભરવામાં આવશે.આજરોજ તા.૧૪ નવેમ્‍બર-૨૦૧૭ના રોજ પ્રથમ દિવસે અમરેલી જિલ્‍લાની પાંચ વિધાનસભા મતવિભાગ પૈકી એકપણ વિધાનસભામાં એકપણ ઉમેદવારે ઉમેદવારીપત્ર ભરી પોતાની ઉમેદવારી નોંધાવી નથી, તેમ અમરેલી-નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.