Main Menu

ભાજપના દિગ્ગજ દિલીપ સંઘાણીએ કર્યું શક્તિ પ્રદર્શન…બગસરા/ધારી ખાતે જનસંપર્ક અભિયાનમાં ઉમટી માનવ મેદની…જુઓ અહેવાલ

અમરેલી જીલ્લાના બગસરા ખાતે આજે ભાજપની મહાસંપર્ક યાત્રા યોજાઈ હતી.રાજ્ય ના પૂર્વ કૃષિમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીની આગેવાની માં યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો હાજર રહ્યા હતા.ઉલેખનીય છે કે બગસરા-ધારી વિધાનસભા બેઠક પર દિલીપ સંઘાણી ભાજપ ના ઉમેદવાર તરીકે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે.આવા સંજોગો માં આ સમ્પર્ક યાત્રા દિલીપ સંઘાણી નું શક્તિ પ્રદર્શન પણ ગણી શકાય.આ મુદ્દે વાત કરતા દિલીપ સંઘાણી એ જણાવ્યું હતું કે આ સમ્પર્ક યાત્રા જાણે કે વિજય યાત્રા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.આ કાર્યક્રમ થી ભાજપ ના આગેવાનો માં ઉત્સાહ નો સંચાર થયો છે.