Main Menu

સુરતમાં ‘પાસ’ના કાર્યકરોએ કૉંગ્રેસી ઉમેદવારોને ધક્કે ચડાવ્યા, મારામારી

સુરત: કૉંગ્રેસે રવિવારે મોડી રાત્રે 11 વાગ્યે યાદી જાહેર કરતાંની સાથે જ સુરતમાં ભડકો થયો હતો. કૉંગ્રેસે જાહેર કરેલી યાદીમાં સુરતની  બેઠક ઉપર ‘પાસ’ના આગેવાનોને ટિકિટ આપવાના મુદ્દે પાટીદાર અનામત આંદોલનના દિનેશ બાંભણિયા સહિતના આગેવાનો અને કાર્યકરોમાં રોષ ફેલાયો હતો, જેને પગલે વરાછામાં કૉંગ્રેસના વિરોધ પક્ષના નેતા પપન તોગડિયા અને કામરેજના ઉમેદવાર નીલેશ કુંભાણીના કાર્યાલયમાં ‘પાસ’ના કાર્યકરો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા અને તોડફોડ કરી હતી.