Main Menu

ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભા બેઠકમાં ર૭ ઉમેદવારી ફોર્મ ભરાયા

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારી પત્ર ભરવા આજે સોમવારે ભાવનગરની સરકારી કચેરીમાં ધસારો જોવા મળ્યો હતો અને ઘણા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આવતીકાલે મંગળવારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે તેથી ઉમેદવારી પત્ર ભરવા કતાર લાગશે તેમ જણાય રહ્યું છે.

ભાવનગર જિલ્લામાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના આજે સોમવારે સાતમાં દિવસે ૭ વિધાનસભાની બેઠકમાં કુલ ર૭ ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં. અગાઉ ૮ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા તેથી અત્યાર સુધીમાં કુલ ૩પ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. આજે ૧૦૩-ભાવનગર પૂર્વની બેઠક પર ભાજપના ઉમેદવાર વિભાવરીબેન વિજયભાઈ દવે અને ભાજપના ઉમેદવાર નીમુબેન જેન્તીભાઈ બાંભણીયાએ ફોર્મ ભર્યુ હતું.

૧૦પ-ભાવનગર પ્રિૃમની બેઠક પર વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર ધરમશીભાઈ રામજીભાઈ ધાપા અને અપક્ષ ઉમેદવાર જેસીંગભાઈ માલજીભાઈ મકવાણાએ ફોર્મ ભર્યુ હતું. ૧૦૩-ભાવનગર ગ્રામ્ય બેઠક પર અપક્ષ ઉમેદવાર વીકીભાઈ ગીરીશભાઈ સોલંકીએ ઉમેદવારી નોંધાવી હતી. ૯૯-મહુવા બેઠક પર ભાજપના રાઘવભાઈ સી. મકવાણા, ભાજપના ભરતભાઈ વલ્લભભાઈ હડીયા, અપક્ષમાંથી અલ્પેશકુમાર મનુભાઈ, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના છગનભાઈ બચુભાઈ પરમાર, અપક્ષમાંથી કથડભાઈ પરમારે ફોર્મ ભર્યુ હતું.

૧૦૦-તળાજા બેઠક પર અપક્ષમાંથી હર્ષદભાઈ વીજાભાઈ ભાલીયા અને અપક્ષમાંથી સુરેશભાઈ કાન્તિભાઈ ગોરડીયાએ ફોર્મ ભર્યા હતાં. ૧૦૧- ગારિયાધાર બેઠક પરથી અપક્ષમાંથી કનુભાઈ હમીરભાઈ ગોહિલ, અપક્ષમાંથી ઉસ્માનભાઈ પીરભાઈ મઘરા, નવીન ભારત નિર્માણ મંચના દેવજીભાઈ દુદાભાઈ ખસીયા, અપક્ષમાંથી મનુભાઈ રૃડાભાઈ સરવૈયા, ગુજરાત જન ચેતના પાર્ટીમાંથી મનુભાઈ પરશોત્તમભાઈ ચાવડા, ગુજરાત જન ચેતના પાર્ટીમાંથી નરેશભાઈ નાથાભાઈ ચૌહાણ, જન સત્ય પથ પાર્ટીમાંથી મનોજભાઈ દેવજીભાઈ પરમાર અને અપક્ષમાંથી અજમેરી સુલેમાનભાઈ હસનભાઈએ ફોર્મ ભર્યુ હતું.

૧૦ર-પાલિતાણામાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવીણભાઈ જીણાભાઈ રાઠોડ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી સુભાષભાઈ કેશુભાઈ સવાણી, જન સત્ય પથ પાર્ટીના વિપુલભાઈ ભરતભાઈ વાઘેલા, અપક્ષમાંથી વિજયભાઈ મહેશભાઈ નાકરાણી, અપક્ષમાંથી ઉસ્માનભાઈ નાથાભાઈ સૈયદ, અપક્ષમાંથી નાનુભાઈ ભીખાભાઈ ડાંખરા, અપક્ષમાંથી લક્ષ્‍મણભાઈ જીણાભાઈ માલણકીયાએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું.

આજે એક દિવસમાં ૯૬ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો હતો અને અત્યાર સુધીમાં કુલ ૩૯૬ ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો હોવાનુ જાણવા મળેલ છે. આવતીકાલે મંગળવારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે કેટલા ઉમેદવાર ઉમેદવારી કરે છે ? તે જોવુ જ રહ્યું !