Main Menu

રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગર ચેમ્પિયન

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવનગરના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી જુનિયર અને મેન્સ વિભાગમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી.

ગાંધીધામ ખાતે આજે સોમવારે રાજ્યકક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધાની જુનિયર બોયઝ વિભાગની ફાઈનલમાં ભાવનગરની ટીમના કૌશલ ભટ્ટ, કરણપાલ જાડેજાએ સુંદર રમત રમી અમદાવાદની ટીમને ૩-૧ના સ્કોરથી પરાજય આપ્યો હતો. અમદાવાદની ટીમમાંથી અભિલાક્ષ રાવલ અને ધૈર્ય પરમાર રમ્યા હતાં.

આ ઉપરાંત મેન્સ વિભાગની ફાઈનલમાં ભાવનગરની ટીમે વડોદરા સામે ૩-રના સ્કોરથી વિજય પ્રાપ્ત કર્યાે હતો. ભાવનગરની ટીમમાં કૌશલ ભટ્ટ, જીગ્નેશ જયસ્વાલ, રવિ જોષી વગેરે ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત રમી વડોદરાના વિદીત દેસાઈ, જલય મહેતા સૌરભ ઘોષ સામે વિજય મેળવ્યો હતો. ઉપરોકત બંને વિભાગમાં ભાવનગરના ૧૭ વર્ષીય ખેલાડી કૌશલ ભટ્ટે અઢી કલાક દરમિયાન પાંચમાંથી ચાર મેચ જીતી ભાવનગરને જીતાડવામાં મહત્વની ભૂમીકા ભજવી હતી. જુનિયર ગર્લ્સની ફાઈનલમાં સુરતની ટીમે ૩-૧ના સ્કોરથી અમદાવાદ સામે વિજય મેળવ્યો હતો, જયારે વિમેન્સ વિભાગની ફાઈનલમાં અમદાવાદની ટીમે ૩-૧ના સ્કોરથી સુરત સામે વિજય પ્રાપ્ત કર્યાે હતો.