Main Menu

સર ટી.હોસ્પિટલમાં વૃક્ષની ડાળીઓ ધરાશાયી

ઓખી વાવાઝોડું મંગળવારે રાત્રથી દક્ષિણ ગુજરાતમાં ત્રાટકવાનું છે. પરંતુ ભાવનગર જિલ્લામાં તેની અસર ગઈકાલ સોમવારથી જ જોવા મળી હતી. ગઈકાલે કમોસમી વરસાદ વરસ્યા બાદ આજે મંગળવારે સવારથી જ તોફાની પવન શરૃ થઈ ગયો હતો. જેના કારણે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં એક વૃક્ષની ડાળીઓ ધરાશાયી થઈ ગયું હતું.

ભાવનગરમાં આજે મંગળવારે ૨૮ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનથી એક તરફ લોકો ટાઢના ઠુંઠવાયા હતા. તો બીજી તરફ ભારે પવનને કારણે ભાવનગરની સર ટી.હોસ્પિટલના પટાંગણમાં આવેલા એક ઝાડની ડાળીઓ ધરાશાયી થઈ ગઈ હતી. જો કે, આ બનાવમાં સદ્નસીબે કોઈ જાન-માલને હાની પહોંચી ન હતી.