Main Menu

સરતાનપર રોડ પરથી બીનવારસી લાશ મળી

તળાજા નજીક સરતાનપર (બંદર) રોડ પરના દડ વિસ્તારમાંથી આજે અજાણ્યા પુરૃષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને તળાજા પોલીસે કબજે લઈ તેની ઓળખ માટેની તજવીજ હાથ ધરી છે.

તળાજા ટાઉન પોલીસ જમાદાર એસ.વી.બોરીચાના જણાવ્યા મુજબ સરતાનપર રોડ પરના દડ વિસ્તારમાં ખોડિયાર માતાજી મંદિર પાસે આશરે ૪૮ વર્ષની વયના અજાણ્યા પુરૃષની લાશ મળી આવી હતી. જેની જાણ થતાં તળાજા પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ તેને કબજે લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. જો કે, મોડીરાત્રિ સુધી મૃતદેહની ઓળખ થવા પામી ન હતી. લોકમુખે થતી ચર્ચા મુજબ આશરે પંદરેક દિવસ અગાઉ તેને કોઈ અહીં મૂકી ગયું હતુ. ત્યારથી તે અહીં જોવા મળતો હતો.