Main Menu

કાપડિયા કોલેજના પ્રાધ્યાપિકા ડો.સુમન શર્માને અનસુયા એવોર્ડ

તાજેતરમાં ચંડીગઢ ખાતે પંજાબ સાહિત્ય અકાદમી અને ઓલ ઈન્ડિયા પોએટ્સ કોન્ફરન્સ દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી ૧૭માં અધિવેશનમાં ભાવનગરની વી.પી.કાપડીયા કોલેજના હિન્દીના પ્રાધ્યાપિકા ડો.સુમન શર્માએ ગુજરાતનુ પ્રતિનિધિત્વ કર્યુ હતું. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સાહિત્યના ક્ષેત્રમાં તેમના યોગદાનને બિરદાવી સુલભ સાહિત્ય અકાદમી દ્વારા તેમને અનસુયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ સ્વરૃપે ડો.શર્માને શાલ ઓઢાડીને રોકડ રકમ અને ર્સિટફિકેટ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.