Main Menu

મહાત્‍મા ગાંધીનું કોંગ્રેસ વિસર્જનનું સપનું રાહુલ ગાંધી પુર્ણ કરશે-યોગી આદિત્‍યનાથ

સાવરકુંડલા અને અમરેલીમાં આજે ઉતરપ્રદેશનાં મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે કોંગ્રેસપક્ષ પર આકારા પ્રહારો કરીને આગામી ચૂંટણીમાં કોંગ્રેસપક્ષને કારમો પરાજય આપીને ભાજપને વિજેતા બનાવવા હાંકલ કરી હતી.
આજે સૌ પ્રથમ યોગી આદિત્‍યનાથનું સાવરકુંડલામાં વિશાળ બાઈક રેલી દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. અને વ્‍યાયામ મંદિરે જંગી જાહેર સભા યોજાઈ હતી.બાદમાં સાંજે અમરેલીનાં સિનિયર સીટીઝન પાર્કમાં પણ જંગી જાહેર સભાને સંબોધન કરતા યોગીએ જણાવ્‍યું હતું કે મહાત્‍મા ગાંધીનું કોંગ્રેસપક્ષના વિસર્જનનું સપનું રાહુલ ગાંધી પૂર્ણ કરવા જઈ રહયા છે.આક્રમક શૈલીમાં જણાવ્‍યું હતું કે ભાજપનાં શાસનમાં ખેડૂતનો દિકરો પણ રાષ્‍ટ્રપતિ બની શકે છે. રાહુલ ગાંધી મંદિર-મંદિર ભટકી રહયા છે. ઉતરપ્રદેશ કોંગ્રેસ મુકત બની ચુકયું હોય ગુજરાતને પણ કોંગ્રેસ મુકત બનાવવાની હાંકલ કરી હતી.વધુમાં જણાવ્‍યું હતું કે સમગ્ર વિશ્‍વમાં આજે ભારતના વિકાસની ચર્ચા થતી જોવા મળે છે. અને ભાજપનાં ઉમેદવારોને વિજેતા બનાવવા હાંકલકરી હતી.આ તકે સાંસદ અનુરાગ ઠાકુર, નારણ કાછડીયા, કમલેશ કાનાણી, બાવકુભાઈ ઉંઘાડ, હીરેન હિરપરા, વી.વી.વઘાસીયા, ડો.ભરત કાનાબાર વિગેરે ભાજપીઓ ઉપસ્‍થિત રહયા હતાં.