Main Menu

સારા ભવિષ્ય માટે ભાજપને નહી, પરંતુ કોંગ્રેસને મત આપજો: હાર્દિક પટેલ

અમરેલી જીલ્લામાં આજે પાસ નેતા હાર્દિક પટેલ નું આગમન થયું હતું વિશાલ ફોર વ્હીલ ટુ વ્હીલ ના કાફલા સાથે હાર્દિકે જંગી જાહેર સભાને સંબોધી હતી અને સરકાર સામે આકરા પ્રહારો કાર્ય હતા તો અમરેલીના પરેશ ધાનાણી ને મુખ્યમંત્રી ના દાવેદાર ગણાવ્યા હતા.આજે અમરેલી માં પાસ નેતા નું આગમન થયું હતું વડીયા, કુકાવાવ બાદ હાર્દિક પટેલનો કાફલો અમરેલીમાં રેલી સ્વરૂપે ફર્યો હતો અને કામનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં જંગી જાહેર સભા હાર્દિક પટેલે સંબોધી હતી અને પ્રધાનમંત્રી ની અમરેલી ની મિમિક્રી હાર્દિક પટેલે કરી હતી.હાર્દિક પટેલે પોતાના વક્તવ્ય માં અમરેલી થી કૃષિમંત્રી નહિ પણ મુખ્યમંત્રી મોકલવાનું કહીને પરેશ ધાનાણી ને મુખ્યમંત્રી ગણાવ્યા હતા.