Main Menu

અમરેલી શહેરમાં ભાજપના સમર્થનમાં યોજાઈ વિશાળ બાઈક રેલી….કેસરી સાફા સાથે હજારો યુવાનો બાઈક રેલીમાં જોડાયા…જુઓ વિડીયો

અમરેલી જીલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો પૈકી અમરેલીની સીટ ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો માટે પ્રતિષ્ઠા ના જંગ સમાન બની ચુકી છે.ભાજપ ના બાવકુ ઉંધાડ અને કોંગ્રેસ ના પરેશ ધાનાણી એકબીજાને મ્હાત કરવા માટે એડી ચોટી નું જોર લગાવી રહ્યા છે.તેવા સંજોગો માં આજે અમરેલી શહેરમાં ભાજપના સમર્થનમાં યોજાયેલી એતીહાસિક કેસરિયા બાઈક રેલી એ બાવકુ ઉંધાડ ના વિજય પર આખરી મહોર મારી દીધી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.અમરેલી શહેરમાં નીકળેલી આ રેલી ને આમ તો કોંગ્રેસ માટે રેલો કહી શકાય તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે.હજારો યુવાનો આ રેલીમાં સ્વયંભુ જોડાયા હતા અને તે પણ કેસરી સાફા સાથે…આ રેલીનો નજારો જોયા બાદ કોઈના પણ મન માં બાવકુભાઈ ના વિજય અંગે શંકા હશે તો એ સંપૂર્ણપણે દુર થઈ જશે તે વાત નક્કી હોવાનું પણ લોકમુખે સાંભળવા મળી રહ્યું છે.