Main Menu

વાતાવરણમાં પલ્ટો થવાના કારણે શિયાળુ પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ અટકાવવા તકેદારી લેવા નાયબ બાગાયત નિયામકશ્રી-અમરેલીની ભલામણ

સૌરાષ્‍ટ્ર વિસ્‍તારના બાગાયતદાર ખેડૂતોને, બાગાયત ખાતુ-ગુજરાત રાજય અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્તરૂપે ભલામણ કરવામાં આવી છે. હાલ તા.૪ ડિસેમ્‍બર-૨૦૧૭થી વાતાવરણમાં પલ્ટો થવાના કારણે ઠંડી,
માવઠું અને વાદળછાયું વાતાવરણ સતત રહેવાના કારણે શિયાળુ પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધવાની પૂરી શક્યતાઓ છે. જે અનુસંધાને જીરૂ પાકને ચરમીનો રોગ અટકાવવા તેમજ ડુંગળીમાં જાંબલી રંગના ધાબનો રોગ અટકાવવા મેંકોઝેબ ૭૫ ટકા, ૧૦ લીટર પાણીમાં ૨૫ ગ્રામ પ્રમાણે આગોતરા છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. ઉપરાંત ફુલ અને શાકભાજી પાકોમાં ચુસિયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ જણાય તો સમયસર શોષક
પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. વધુ માહિતી-વિગત માટે નાયબ બાગાયત નિયામકશ્રી-અમરેલીનો સંપર્ક ફોન નં.(૦૨૭૯૨) ૨૨૩૮૪૪ કરવાનો રહેશે. નાયબ બાગાયત નિયામકશ્રી-
અમરેલીએ શિયાળુ પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ અટકાવવા તકેદારી લેવા એક અખબારી યાદીમાં ભલામણ કરી છે.