Main Menu

બોટાદના નાના ભડલા ગામે ગૌચરમાં દબાણના મુદ્દે આવેદન

બોટાદ તાલુકાના નાનાભડલા ગામમાં ગૌચર જમીનમાં દબાણો વધતા જાય છે. અહિ માથાભારે શખસો દ્વારા કબજો કરી લેતા હોવાના આક્ષેપ સાથે માલધારી સમાજ દ્વારા દબાણ દૂર કરાવવા બાબતે બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયુ છે.

તાલુકાના ૧૦૦ થી વધારે માલધારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી ૧૫ દિવસમાં દબાણ દૂર કરાવવાની માંગ કરી છે. અહિ માલઢોરને ચરાવવા માટેની ગૌચર ઘટતી જતી હોવાની રાવ કરાઈ છે. દિવસેને દિવસે દબાણો વધતા જતા હોય તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. ૧૫ દિવસમાં ન્યાય નહિ મળે તો આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ છે.