Main Menu

આજે ચૂંટણી લડવા ઈચ્છુકો માટે ભાજપ દ્વારા સેન્સ લેવાશે

ભાવનગર જિલ્લામાં તળાજા, ગારીયાધાર સાથે સિહોર નગરપાલિકાની આગામી ચૂંટણી ફેબ્રુઆરી માસમાં યોજાનાર છે. આ ચૂંટણી નવા સીમાંકન મુજબ યોજાશે. સિહોર નગરપાલિકાના આગાઉના ૯ વોર્ડના ર૭ સભ્યોને બદલે ૯ વોર્ડમાં દરેકના ચાર સભ્યો ચુંટવાના રહેશે. જેમાં પ૦ ટકા મહિલા અનામત રહેશે. જેથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેનો દોર શરૃ થઈ ગયો છે. સિહોર નગરપાલિકામાં છેલ્લી ટર્મથી ભાજપનું શાસન છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાવનગર ગ્રામ્ય બેઠકમાં ભાજપને લાંબા સમયે સિહોર શહેરમાં રપ૦૦ મત જેટલી લીડ નિકળતા ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે. વિધાનસભાની ચુંટણીમાં ભાજપને સારીએવી ટકકર આપતા કોંગ્રેસના કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળેલ છે.

આમ આગામી સિહોર શહેરમાં ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષ પણ મોટી સંખ્યામાં દાવેદારો ચૂંટણી લડવા માટે થનગની રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલ તા.૧ર-૧ ને શુક્રવાર ના રોજ સિહોર બંધન પાર્ટી પ્લોટ ખાતે સાંજે પ કલાકે ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોના સેન્સ લેવા ભાવનગર જીલ્લા ભાજપના પ્રભારી રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ ચૂંટણી ઈન્ચાર્જ અમોભાઈ શાહ, સહ ઈન્ચાર્જ મહેશભાઈ રાવળ, જીલ્લા ભાજપ મહામંત્રી નારણભાઈ મોરી, મહુવાના પુર્વ ધારાસભ્ય ભાવનાબેન મકવાણા સહિતના ઉપસ્થિત રહેશે.