Main Menu

અકવાડામાંથી દેશી દારૂ ગાળવાના આથો લીટર-૩૦૦૦ તથા દારૂ ગાળનાની ભઠ્ઠીના સાધનો ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.

ભાવનગર જીલ્લામાંથી પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે દારૂ/જુગારની બદી નાબુદ કરવા હાથ ધરેલ ઝુંબેશના ભાગરૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસોએ અકવાડા ગામેથી કનુભાઇ ઉકાભાઇ દે.પુ.ને ત્યા રેઇડ કરી દેશી દારૂ ગાળવાનો આથો લીટર-૩૦૦૦ તથા દારૂની ભઠ્ઠીની સાધન સામગ્રી મળી રૂપિયા ૯૦૦૦/- મુદ્દામલ કબ્જે કરી કાયદેસર  કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
આ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. અનીરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવી તથા લગ્ધીરસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા પ્રદિપસિંહ ગોહિલ જોડાયા હતા.