Main Menu

મકરસંક્રાન્તિમાં ગાયોને લીલુ ઘાસ અને ખીચડો ખવડાવવાનું મહાત્મ્ય

સુર્ય મકર રાશીમાં પ્રવેશે એ નિમિત્તે દર વર્ષે ૧૪ જાન્યુઆરીના દિવસે મકરસંક્રાન્તિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ગ્રામ્ય પંથકમાં ખીયર તરીકે પ્રચલીત આ પર્વ આગામી તા.૧૪-૧ ને રવિવારે ઉજવાશે. ગામડાઓમાં આ પર્વે ગાયોને લીલુ ઘાસ તથા ઘઉંના ફાડાનો ખીચડો ખવડાવવામાં આવે છે. તો ગરીબો, નિરાધરોને અનાજ તેમજ ગોળ, મમરા, દાળિયા, તલના લાડુ, શેરડી તેમજ રોકડ દાન દેવાનો પણ મહિમા છે.

સિહોર મકરસંક્રાન્તિ પર્વે ગણતરીના દિવસો આડા છે ત્યારે મેઈન બજારમાં, દાદાની વાવ, તેમજ વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર દોર પાવાના માંજાના ફાળકા ધમધમી રહ્યા છે. પતંગના દોરની વિવિધ વેરાયટી સાથે જુદી જુદી જાતની રંગબેરંગી ચિત્રોવાળી પતંગો, બ્યુગલ, ટોપી સહિતનું વેચાણ પણ શરૃ થઈ ચુક્યુ છે. આ વર્ષે પતંગ દોરીના ભાવમાં ર૦ ટકા જેવો વધારો થયો છે.

આ પર્વે મેઈન બજારમાં ઠેર ઠેર ગોળ, મમરા, શીંગ, દાળિયા, તલની ચીકી તેમજ લાડુડીનું વેચાણ શરૃ થઈ ગયુ છે. તો મહારાષ્ટ્રની સ્વાદિષ્ટ કાળી શેરડીના સાંઠાનું વેચાણ પણ વડલા ચોક આસપાસ શરૃ થઈ ગયુ છે.આ વર્ષે મકરસંક્રાન્તિ પર્વ રવિવારે આવે છે અને આગલા દિવસે બીજા શનીવારની સરકારી કચેરીઓમાં તેમજ બેંકોમાં રજા હોય પતંગ રસિયાઓ મકરસંક્રાન્તિ પર્વ બન્ને દિવસ મનાવશે.

મકરસંક્રાન્તિ પર્વે અગાસીઓમાં તેમજ ઢાબાઓમાં ડી.જે.સાઉન્ડ, ડી.વી.ડી., ટેપ ગોઠવવામાં અત્યારથી યુવા વર્ગ આયોજન કરી રહ્યો છે. મકરસંક્રાન્તિ પર્વે હમણા છેલ્લા થોડા વર્ષોથી રાત્રે તુકલ(ફાનસ) ચગાવવાનો તેમજ દિવાળીની જેમ ફટાકડા ફોડવાનો ક્રેઝ પણ શરૃ થયો છે. જે આ પર્વને વધારે રોનક બનાવે છે.